Gujarati NewsBusinessIdeaForge IPO Allotment Status How to know whether shares will be credited to your account or refund, forecast of heavy listing in the stock market
IdeaForge IPO Allotment Status : આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થયા કે રિફંડ? શેરબજારમાં જોરદાર લિસ્ટિંગનો અંદાજ
IdeaForge IPO Allotment Status : IdeaForge IPO ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણીની તારીખ આજે 5 જુલાઈ બુધવાર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર 7 જુલાઈ શુક્રવારના રોજ સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે.આઈડિયાફોર્જ ટેક્નોલોજી લિમિટેડના શેર મંગળવારે ગ્રે માર્કેટમાં ₹523ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા.
Follow us on
IdeaForge IPO ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણી(IdeaForge IPO Allotment)ની તારીખ આજે 5 જુલાઈ બુધવાર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર 7 જુલાઈ શુક્રવારના રોજ સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ડ્રોનનું મુંબઈ સ્થિત ઉત્પાદક આઈડિયાફોર્જનો આઈપીઓ(IPO) 30 જૂને રોકાણકારોની તમામ કેટેગરીમાં માંગ સાથે ઓફર પરના શેરના 106 ગણા કરતાં વધુ સબ્સ્ક્રિપ્શન સાથે સમાપ્ત થયો હતો. આઇડિયાફોર્જ આઇપીઓ લિસ્ટિંગની તારીખ 10મી જુલાઈ 2023 છે. જોકે, ગ્રે માર્કેટે આઇડિયાફોર્જ ટેક્નોલોજી શેર્સ પર તેનું હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર આઈડિયાફોર્જ ટેક્નોલોજી લિમિટેડના શેર મંગળવારે ગ્રે માર્કેટમાં ₹523ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા.
ideaForge IPO GMP
બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ideaForge IPO GMP (Gray market premium) મંગળવારે ₹523 હતું જે તેના ₹510ના સોમવારના GMP કરતાં ₹10 વધારે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે 26મી જૂન 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યું ત્યારથી ડ્રોન નિર્માતા કંપનીના પબ્લિક ઈશ્યુ પર ગ્રે માર્કેટ ખૂબ જ સકારાત્મક રહ્યું છે. જો કે, સબ્સ્ક્રાઇબર્સ દ્વારા મજબૂત પ્રતિસાદ મળ્યા બાદ અને ભારતીય શેરો નિયમિત ધોરણે નવી ઊંચાઈએ પહોંચ્યા પછી ગ્રે માર્કેટ ઉપર સ્થિર રહ્યું છે. ₹500 પ્રીમિયમ એટલે કે ગ્રે માર્કેટ એ સંકેત આપી રહ્યું છે કે ideaForge IPO 10મી જૂન 2023ના રોજ સંભવિતપણે આઇડિયાફોર્જ IPO લિસ્ટિંગ તારીખે શેર દીઠ ₹1200 ની આસપાસ અથવા તેનાથી વધુ હશે.