Hurun Global Rich List : વિશ્વના ધનકુબેરોની યાદીમાં Top -10 માં એકમાત્ર ભારતીય મુકેશ અંબાણીને સ્થાન મળ્યું, ગૌતમ અદાણી યાદીમાંથી સરકી ગયા

|

Mar 23, 2023 | 8:55 AM

હુરિનની યાદી અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 82 અબજ ડોલર છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગયા વર્ષે હુરુનની યાદીમાં ભારતીય અમીરોમાં પ્રથમ ક્રમે હતા જ્યારે મુકેશ અંબાણી તેમના પછી બીજા ક્રમે હતા.

Hurun Global Rich List : વિશ્વના ધનકુબેરોની યાદીમાં Top -10 માં એકમાત્ર ભારતીય મુકેશ અંબાણીને સ્થાન મળ્યું, ગૌતમ અદાણી યાદીમાંથી સરકી ગયા

Follow us on

છેલ્લા કેટલાક સમયમાં ગૌતમ અદાણી નેટવર્થમાં મોટા ઘટાડાનો ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણીને પણ થયો છે. આ કારણે મુકેશ અંબાણી ફરી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં પરંતુ હવે તે એકમાત્ર ભારતીય છે જેમનુ નામ વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં સામેલ છે. હુરુનના અમીરોની તાજેતરની યાદીમાં આ માહિતી સામે આવી છે. ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોચના ત્રન વ્યક્તિઓની યાદીમાંથી સરકી ટોપ 30 ની પણ બહાર સરકી ગયા હતા. જોકે એંધાણી ફરી કમબેક પણ કરી રહ્યા છે.

Top 10 richest  in the world

Rank Billionaries Wealth (US$BN)
1 Elon Musk 205
2 Jeff Bezos 188
3 Bernard Arnault
4 Bill Gates 124
5 Warren Buffett 119
6 Sergey Brin 116
7 Larry Page 116
8 Steve Ballmer 107
9 Mukesh Ambani 103
10 Bertrand Puech & Family 102

એશિયાના સૌથી ધનિક બન્યા

રિસર્ચ પ્લેટફોર્મ હુરુને રિયલ એસ્ટેટ કંપની M3M સાથે જોડાણ કરીને અમીરોની યાદી બહાર પાડી છે. 2023 M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી માત્ર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી પરંતુ તે વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં એકમાત્ર ભારતીય પણ છે.

અદાણીની સંપત્તિમાં ખુબ મોટો ઘટાડો થયો

હુરિનની યાદી અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 82 અબજ ડોલર છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગયા વર્ષે હુરુનની યાદીમાં ભારતીય અમીરોમાં પ્રથમ ક્રમે હતા જ્યારે મુકેશ અંબાણી તેમના પછી બીજા ક્રમે હતા. ગયા વર્ષની યાદી અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 130 બિલિયન ડોલરની નજીક હતી. જોકે, હવે તેમની નેટવર્થ ઘટીને 53 બિલિયન ડોલર થઈ ગઈ છે. નેટવર્થમાં અડધાથી વધુ ઘટાડા પછી પણ ગૌતમ અદાણી હજુ પણ બીજા સૌથી ધનિક ભારતીય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાયરસ પૂનાવાલા ભારતના ત્રીજા ક્રમે

હુરુનની અમીરોની યાદી અનુસાર સાયરસ પૂનાવાલા ભારતના ત્રીજા સૌથી મોટા ધનકુબેર છે. તેમની કુલ સંપત્તિ 28 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. કોવિડ મહામારી દરમિયાન સાયરસ પૂનાવાલાને ઘણો ફાયદો થયો છે. તેમની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ રોગચાળા દરમિયાન કોવિડ રસીઓનું સામૂહિક ઉત્પાદન કરે છે. તેમની કંપનીએ ભારતમાં રસીઓ સપ્લાય કરી છે, આ સાથે જ તેમની વેક્સીનનો માલ વિશ્વના ઘણા દેશોમાં પહોંચ્યો છે.

સાયરસ પૂનાવાલા ગયા વર્ષની હુરુનની યાદીમાં ત્રીજા સૌથી અમીર ભારતીય પણ હતા. તાજેતરની યાદીમાં શિવ નાદર અને તેમના પરિવારને ચોથા સ્થાને રાખવામાં આવ્યા છે. હુરુનના જણાવ્યા મુજબ, નાદર પરિવારની વર્તમાન નેટવર્થ 27 બિલિયન ડોલર  છે. ગયા વર્ષે પણ નાદર પરિવાર ચોથા સ્થાને હતા. સ્ટીલ કિંગ તરીકે પ્રખ્યાત લક્ષ્મી મિત્તલ 20 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતીય ઉમરાવોમાં પાંચમા સ્થાને છે. ગયા વર્ષે રાધાકિશન દામાણી પાંચમા ક્રમે હતા.

Published On - 7:55 am, Thu, 23 March 23

Next Article