Mukesh Ambaniની રિલાયન્સની જોરદાર કમાણી, માર્કેટ કેપમાં 47 હજાર કરોડનો વધારો, જાણો શેરનો લેટેસ્ટ ભાવ

|

May 27, 2023 | 6:44 AM

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના શેરમાં જબરદસ્ત વધારો થયો છે અને  6 કલાકના ટ્રેડિંગ સેશનમાં લગભગ 47 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે મોડી સાંજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ અને ડિજિટલ આર્મ વિશે એક રિપોર્ટ આવ્યોહતો.

Mukesh Ambaniની રિલાયન્સની જોરદાર કમાણી, માર્કેટ કેપમાં 47 હજાર કરોડનો વધારો, જાણો શેરનો લેટેસ્ટ ભાવ

Follow us on

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના શેરમાં જબરદસ્ત વધારો થયો છે અને  6 કલાકના ટ્રેડિંગ સેશનમાં લગભગ 47 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે મોડી સાંજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ અને ડિજિટલ આર્મ વિશે એક રિપોર્ટ આવ્યોહતો. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે રિટેલમાં RILના હિસ્સાનું મૂલ્ય 111 બિલિયન ડોલર અને Jio Relianceનું મૂલ્ય 88 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. જે બાદ કંપનીના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈને આ  આંકડા સામે આવ્યા  છે.

રિલાયન્સના શેરમાં જબરદસ્ત વધારો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રિલાયન્સના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ડેટા અનુસાર કંપનીના શેરમાં 2.85 ટકાનો વધારો થયો છે. બજાર બંધ થતાં સુધીમાં કંપનીનો શેર 69.45 રૂપિયા પ્રતિ શેરના વધારા સાથે 2508 રૂપિયા પર પહોંચી ગયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર પણ ઉપલા સ્તરે  રૂ. 2510 સુધી પહોંચી ગયો હતો. જો કે, એક દિવસ પહેલા કંપનીનો શેર 2438.55 રૂપિયાના સપાટ સ્તરે બંધ થયો હતો. કંપની ટૂંક સમયમાં રૂ. 2,816.35 સાથે તેની ઊંચી સપાટી પાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

કંપનીના માર્કેટ કેપમાં 47 હજાર કરોડનો વધારો

આ વધારા બાદ કંપનીના માર્કેટ કેપમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. માહિતી અનુસાર, કંપનીનું માર્કેટ કેપ 16,96,814.66 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એક દિવસ અગાઉ કંપનીનું માર્કેટ કેપ રૂ. 16,49,827.50 કરોડ હતું. આનો અર્થ એ થયો કે કંપનીના માર્કેટ કેપમાં એક જ દિવસમાં અથવા તો 375 મિનિટના ટ્રેડિંગ સેશનમાં 46,987.16 કરોડ રૂપિયા જમા થયા હતા. નિષ્ણાતોનો અંદાજ છે કે સોમવારે આ માર્કેટ કેપ રૂ. 17 લાખ કરોડને પાર કરી શકે છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

માર્કેટને વેગ મળ્યો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઈટ શેર્સમાં વધારાને કારણે માર્કેટને પણ તેજી મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 629 પોઈન્ટ વધીને 62,501.69 પોઈન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેક્સને તેની લાઈફ ટાઈમ હાઈને પાર કરવા અને નવો રેકોર્ડ બનાવવા માટે 1000 પોઈન્ટની જરૂર છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 178.20 પોઈન્ટના વધારા સાથે 18,499.35 પોઈન્ટ પર બંધ થયો હતો. જો નિફ્ટી વધુ બે દિવસ આ રીતે વધતો રહેશે, તો તે તેના 18,887 પોઈન્ટના લાઈફ ટાઈમ રેકોર્ડને પાછળ છોડી દેશે જે તેણે 1 ડિસેમ્બરે બનાવ્યો હતો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article