Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓને મોટી રાહત આપતા નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાની પણ જાહેરાત કરી છે, જેનો લાભ નવી ટેક્સ સિસ્ટમને પસંદ કરતા કરદાતાઓ મેળવી શકે છે. જૂની ટેક્સ સિસ્ટમ યથાવત રાખવામાં આવી છે.
નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું: “નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓ માટે મારી પાસે બે જાહેરાતો છે. પ્રથમ, પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. પેન્શનરો માટે ફેમિલી પેન્શન પરની કપાતને રૂ. 15,000થી વધારીને રૂ. 25,000 કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી લગભગ ચાર કરોડ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરોને રાહત મળશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષમાં બે તૃતીયાંશ કરતાં વધુ ટેક્સ ફાઇલર્સે નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો લાભ લીધો હતો. બે ફેરફારો – નવા ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શન – નવી કર વ્યવસ્થાની પ્રોત્સાહન આપશે.
નવી ટેક્સ સિસ્ટમ હેઠળ, રૂ. 3-6 લાખની રેન્જની અંદરની આવક પર અગાઉ 5%ના દરે ટેક્સ લાગતો હતો. આ ટેક્સનો દર હવે 3-7 લાખ રૂપિયાની રેન્જમાંની આવક પર લાગુ થશે. વધુમાં, રૂ. 6-9 લાખની કમાણી પર અગાઉ 10%ના દરે ટેક્સ લાગતો હતો. આને 7-10 લાખ રૂપિયાની આવક પર અપડેટ કરવામાં આવ્યો છે. ઉપરાંત રૂ. 10-12 લાખની રેન્જમાંની આવક પર 15%નો કર દર લાગુ થશે, જે અગાઉના રૂ. 9-12 લાખના સ્તર પર લાગુ થતો હતો.
New tax slabs
જો તમારો પગાર 7 લાખ રૂપિયા છે તો તમે કેટલો ટેક્સ ચૂકવશો
જો કોઈ વ્યક્તિનો પગાર અથવા વાર્ષિક આવક રૂ.7 છે અને તે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે, તો તેણે સુધારેલા ટેક્સ સ્લેબ મુજબ 5 % ટેક્સ ચૂકવવો પડશે. આમ તેણે વર્ષે 20000 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે
હવે 10 લાખથી વધુની આવક પર કેટલો ટેક્સ ભરવો પડશે?
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ અને 10 લાખ રૂપિયાથી વધુ છે, તો તેણે 10% ટેક્સ ચૂકવવો પડશે. એટકે કે 20000+30000= 50,000 રૂપિયા ટેક્સ ભરવો પડશે.
10 લાખ થી 12 લાખથી આવક પર છે તો કેટલો ટેક્સ ભરવો પડશે
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 10 લાખ અને 12 લાખ રૂપિયાથી સુધી છે, તો તેણે 15 ટકા ટેક્સ ભરવો પડશે એટલે કે 20,000+30,000+ 30,000=80,000 ટેક્સ ચુકવવો પડશે.
12 લાખ થી 15 લાખથી આવક પર છે તો કેટલો ટેક્સ ભરવો પડશે
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 12 લાખ અને 15 લાખ રૂપિયાથી સુધી છે, તો તેણે 20 ટકા ટેક્સ ભરવો પડશે એટલે કે 20,000+30,000+ 30,000+60,000=1,40,000 ટેક્સ ચુકવવો પડશે.
15 લાખથી વધુ આવક પર છે તો કેટલો ટેક્સ ભરવો પડશે
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 15 થી વધું છે તો તમારે 1,40,000 થી વધારે ટેક્સ ભરવો પડશે.
Published On - 7:08 pm, Wed, 24 July 24