જે લોકો પોતાના નવા ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યે છે.ઘણી બેંકોએ સસ્તી હોમ લોનનો ધમધમાટ શરૂ કર્યો છે. બેંકો વચ્ચે સ્પર્ધા છે કે ગ્રાહકોને વધુ લાભ આપવો જોઈએ. આ નિર્ણયમાં 4 બેન્કો સામેલ છે જેમના વ્યાજ દર ઘટાડવામાં આવ્યા છે. ઘટાડેલા વ્યાજ દરોનો લાભ હોમ લોન સસ્તી કરવામાં થશે. EMI વાજબી રહેશે અને ખિસ્સા પર વધુ બોજ નહીં પડે. એક પછી એક ઘણી બેંકોએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB) અને કોટક મહિન્દ્રા બેંકના નામનો સમાવેશ થાય છે.
PNB નો વ્યાજ દર કેટલો છે?
બે દિવસ પહેલા પંજાબ નેશનલ બેંકે હોમ લોનના દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હવે પીએનબીનો હોમ લોન દર ઘટીને 6.55 ટકા થઈ ગયો છે. આ પહેલા સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેન્કે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેન્ક ઓફ બરોડાએ ઓટો લોનના દરમાં પણ ઘટાડો કર્યો છે. ફેસ્ટિવલ સીઝન પહેલા સરકારી અને ખાનગી બેંકો વચ્ચે રિટેલ લોનમાં ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા તે અંગે સ્પર્ધા છે. આ ઘટાડો સૌપ્રથમ કોટક મહિન્દ્રા બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેણે જાહેરાત કરી હતી કે હોમ લોન વ્યાજ દર 6.5%રાખવામાં આવશે.
SBI ના દર શું છે?
સરકારી બેંક SBI એ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. SBI નો જૂનો દર 7.15 ટકા હતો જે હવે ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યો છે. એસબીઆઈએ 45 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. હવે 75 લાખથી વધુની લોન માટે માત્ર 6.70 ટકા વ્યાજ ચૂકવવું પડશે. SBI એ કોઈ પણ હોમ લોનની મર્યાદા નક્કી કરી નથી જેના પર વ્યાજ દર અલગ અલગ રહે. લોન ગમે તે હોય વ્યાજ દર 6.70 ટકા નક્કી કરવામાં આવે છે. SBI એ બીજા મોટા પગલામાં પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. પગારદાર અને બિન પગારદાર લોકો માટેનો તફાવત પણ દૂર કરવામાં આવ્યો છે.
બેંક ઓફ બરોડાએ પણ વ્યાજ ઘટાડયુ
SBI ને જોતા બેંક ઓફ બરોડાએ હોમ લોનના વ્યાજદરમાં પણ ફેરફાર કર્યો છે. તેણે વ્યાજ દર 6.75 ટકા નક્કી કર્યો છે. બેન્ક ઓફ બરોડાએ તેના જૂના દરમાં 25 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. આ પછી, પીએનબીએ જાહેરાત કરી છે કે તેણે તેની રેપો લિંક્ડ લોનમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. PNB નો દર અગાઉ 6.80 હતો જે ઘટાડીને 6.55 ટકા કરવામાં આવ્યો છે. આ રીતે તમામ બેંકો હવે રિટેલ હોમ લોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તહેવારોની સિઝનમાં લોકો ઘર બનાવે છે અથવા તહેવારો પર સમારકામનું કામ કરે છે તેથી બેંકો કમાણી પર નજર રાખે છે.
SBI મોટો ફાયદો આપી રહી છે
સ્ટેટ બેંકની હોમ લોન સૌથી મહત્વની છે કારણ કે પ્રોસેસિંગ માફ કરવાની સાથે બેલેન્સ ટ્રાન્સફર પણ આપવામાં આવી રહ્યું છે. એટલે કે, જો તમારી પાસે અન્ય કોઈ બેંકમાંથી લોન છે તો તમે તેને એસબીઆઈમાં ટ્રાન્સફર કરી શકો છો. ધારો કે તમે કોઈ અન્ય બેંકમાં 6.8 ટકા અથવા વધુ વ્યાજ ચૂકવી રહ્યા છો પરંતુ જો તે લોન SBI ને ટ્રાન્સફર કરવામાં આવે તો વ્યાજ દર 6.7 ટકા નક્કી કરવામાં આવશે. તેની અસર અન્ય બેંકો પર પણ જોવા મળી હતી અને અન્ય બેંકોને હોમ લોનના દર ઘટાડવાની ફરજ પડી હતી. ગ્રાહકોને આનો મોટો ફાયદો મળી રહ્યો છે કારણ કે લોનમાં સ્પર્ધાને કારણે વ્યાજ દર નીચે આવી રહ્યા છે.
આ પણ વાંચો : Zomato ના Co-Founder ના રાજીનામાં અંગે BSE એ માંગ્યો જવાબ , જાણો શું કહ્યું કંપનીએ
આ પણ વાંચો : Income Tax : એક કરતા વધુ ઘરના માલિક છો ? જાણો આવકવેરાનો આ નિયમ નહીંતર પડશો મુશ્કેલીમાં