High Return Stocks: શેરબજારની આ કંપનીએ તેના રોકાણકારોને 5 વર્ષમાં 1850 ટકાથી વધુ નફો આપ્યો છે. આ કંપનીનું નામ Raghav Productivity Enhancersછે. તે માઇક્રોકેપ સ્ટોક છે. જેની BSE પર છેલ્લી કિંમત 790 રૂપિયા છે.
5 વર્ષમાં 1852% રિટર્ન
લગભગ 5 વર્ષ પહેલા 23 સપ્ટેમ્બર 2016 ના રોજ કંપનીના શેરની કિંમત 42.5 રૂપિયા હતી પરંતુ મંગળવારે કારોબારની શરૂઆતમાં શેરની કિંમત 820 રૂપિયા પ્રતિ શેર સુધી દેખાઈ છે. એટલે કે 5 વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને 1852 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોકે એક વર્ષમાં 652 ટકાનું વળતર આપ્યું છે. 6 મહિનામાં કંપનીએ 241 ટકાનું વળતર આપ્યું છે, જોકે છેલ્લા એક મહિનામાં તેના શેરમાં થોડી નરમાઈ હતી.
1 લાખ રૂપિયા 19.52 લાખ થયા
તેથી જો તમે પાંચ વર્ષ પહેલા આ કંપનીના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 19.52 લાખ રૂપિયા હોત. જો 5 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તેની કિંમત 97.61 લાખ રૂપિયા હોત. જો તમે તેની સરખામણી સેન્સેક્સ સાથે કરો તો સેન્સેક્સે આ પાંચ વર્ષ દરમિયાન 101% વળતર આપ્યું છે.
કંપનીએ 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા 30.9 કરોડ રૂપિયાની કંપનીના 6 લાખ અનસિક્યોર્ડ કમ્પલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (CCD) ખરીદશે. ત્યાર બાદ આ સ્ટોક રૂ. 716.9 થી 14.38 ટકા વધીને 820 રૂપિયા થયો હતો.
પ્રસંશનીય પ્રદર્શન
Raghav Productivity Enhancersએ તેની સમકક્ષ કંપનીઓની તુલનામાં છેલ્લા પાંચ વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન ટાટા સ્ટીલનો હિસ્સો 239.48% વધ્યો છે, JSW સ્ટીલનો હિસ્સો 268.47% વધ્યો છે. આ સિવાય આ ઉદ્યોગના અન્ય મોટા પ્લેયર સેલનો શેર એક વર્ષમાં 147.43% ટકા ઉછળ્યો છે જ્યારે જિંદાલ સ્ટીલના સ્ટોકે આ સમયગાળામાં તેના શેરધારકોને 369.09% વળતર આપ્યું છે.
સારી વાત એ છે કે Raghav Productivity Enhancersના શેરનું પ્રદર્શન તેની આર્થિક સ્થિતિ અનુસાર છે. જયપુર સ્થિત આ કંપની મોટા પાયે ખનિજોનું ઉત્પાદન કરે છે અને પથ્થર સપ્લાયર તરીકે કામ કરે છે. કંપની ફેરો એલોય, રેમિંગ માસ, સિલિકા રેમિંગ મિક્સ અને પિગ આયર્નનું ઉત્પાદન અને નિકાસ કરે છે.
આ પણ વાંચો : IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો
Published On - 9:12 am, Wed, 8 September 21