આ વર્ષે મોટાભાગની કંપનીઓના શેરોએ તેમના રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. આજે અમે તમને આવા જ એક સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 5 વર્ષમાં 1 લાખના રોકાણને 40 લાખ રૂપિયા બનાવી દીધા છે. આ શેર ક્વોલિટી ફાર્મા (Kwality Pharma)છે. જે રોકાણકારોએ આ શેરમાં ધીરજ રાખી છે તેમને બમ્પર રિટર્ન મળ્યું છે.
21.75 ના શેરનો ભાવ 878.90 રૂપિયા થયો
5 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2016 ના રોજ BSE પર ક્વોલિટી ફાર્માના શેરની કિંમત 21.75 રૂપિયા હતી જે 1 ઓક્ટોબર 2021 ના રોજ 878.90 રૂપિયા પર પહોંચી હતી. એટલે કે આ 5 વર્ષમાં ક્વોલિટી ફાર્માના શેરમાં 40 ગણો વધારો થયો છે.
ક્વાલિટી ફાર્માના સ્ટોકનો રેકોર્ડ
છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર શેરના ભાવ રૂ 419.90 થી વધીને 878.90 રૂપિયા થઈ ગયા છે. આ સમયગાળામાં લગભગ 110 ટકાનો વધારો થયો હતો.
1 લાખ 6 મહિનામાં 16 લાખ થયા
આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા 6 મહિનામાં 54 રૂપિયાથી વધીને 878.90 ના સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળામાં આશરે 1530% નો વધારો નોંધાયો છે. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં ક્વોલિટી ફાર્માનો સ્ટોક રૂ 61 થી વધીને રૂ. 878.90 પ્રતિ સ્ટોક થયો છે. આ સમયગાળામાં આશરે 1340 ટકાનો વધારો થયો હતો.
જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 2.10 લાખ રૂપિયા થઈ ગયા હશે. એ જ રીતે જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ ફાર્મા સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ રૂપિયા 16.30 લાખ રૂપિયા થઈ ગયા હશે.
શેરબજારનું સતત ૪ દિવસ નબળું પ્રદર્શન રહ્યું
શુક્રવારે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 360 અંક ઘટીને 58,765 અને નિફ્ટી 86 અંક ઘટીને 17,532 પર બંધ થયો. આખા સપ્તાહની વાત કરીએ તો આ સમગ્ર સપ્તાહમાં સેન્સેક્સ 1282 પોઈન્ટ અને નિફ્ટી 321 પોઈન્ટ તૂટ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર નબળાઈ સાથે બંધ થયા અને 12 શેરો વધ્યા હતા. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વનો શેર 3.45%, મારુતિનો શેર 2.39%અને ભારતી એરટેલનો શેર 2.22%ઘટ્યો હતો. બીજી બાજુ M&M ના શેર 3.05% અને ડો. રેડ્ડીના શેર 1.38% વધ્યા હતા.
આ પણ વાંચો : Digital Life Certificate: હવે નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા