એચડીએફસી કેપિટલ એડવાઈઝરમાં પોતાનો 10 ટકા હિસ્સો વેચશે HDFC, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે 184 કરોડમાં ડીલ

|

Apr 20, 2022 | 5:24 PM

HDFCએ HDFC કેપિટલમાં તેનો 10 ટકા હિસ્સો અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને 184 કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવહાર સંપૂર્ણપણે રોકડમાં થશે અને 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે.

એચડીએફસી કેપિટલ એડવાઈઝરમાં પોતાનો 10 ટકા હિસ્સો વેચશે HDFC, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે 184 કરોડમાં ડીલ

Follow us on

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ કોર્પોરેશન (HDFC)એ જણાવ્યું હતું કે તે એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડનો (HDFC Capital advisors) 10 ટકા હિસ્સો અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)ની પેટાકંપનીને વેચશે. આ ડીલ 184 કરોડ રૂપિયામાં થઈ છે. એચડીએફસી કેપિટલની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ કંપની એચડીએફસી કેપિટલ એફોર્ડેબલ રિયલ એસ્ટેટ ફંડ 1 અને 3 માટે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. એચડીએફસી કેપિટલ એડવાઈઝર્સ એ સબસિડિયરી કંપની છે, જેમાં 100% હિસ્સો એચડીએફસી પાસે છે. તે પ્રાઈવેટ ઈક્વિટી ફંડનું સંચાલન કરે છે જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરે છે.

શેરબજારને આપેલી માહિતીમાં HDFC તરફથી કહેવામાં આવ્યું છે કે આ ટ્રાન્ઝેક્શન 30 એપ્રિલ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. HDFC કેપિટલના 2.35 લાખ શેર અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને વેચવામાં આવી રહ્યા છે. શેર દીઠ કિંમત 7841.49 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ડીલ પછી HDFC કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ સંપૂર્ણ સબસિડિયરી કંપની તરીકે નહી રહે. આ હોલી ઓન્ડનું ટેગ દૂર કરશે. જો કે તે HDFCની પેટાકંપની બની રહેશે.

HDFC-HDFC બેંકનું મેગા મર્જર થશે

તાજેતરમાં એચડીએફસી અને એચડીએફસી બેંકે મર્જરની જાહેરાત કરી હતી. જો કે આ મર્જરને પૂર્ણ થવામાં લગભગ 18-24 મહિનાનો સમય લાગી શકે છે. મર્જરની યોજના મુજબ સોદો પૂર્ણ થયા પછી જાહેર શેરધારકો HDFC બેન્કનો 100 ટકા હિસ્સો ધરાવશે અને HDFCના વર્તમાન શેરધારકો બેન્કનો 41 ટકા હિસ્સો ધરાવશે. પ્રસ્તાવિત ડીલ હેઠળ HDFC લિમિટેડના દરેક 25 ઈક્વિટી શેર માટે HDFC બેન્કના 42 ઇક્વિટી શેર્સ પ્રાપ્ત થશે.

સ્વપ્ન સંકેત: ગંગા દેખાય કે ગીતા... સપનામાં આ 6 વસ્તુઓ જોવી શુભ છે, મળે છે આ સંકેત
આજનું રાશિફળ તારીખ : 27-04-2025
ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ

મર્જરનું કામ આગામી નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થઈ જશે

આ જાહેરાત બાદ HDFCના વાઈસ ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ મર્જર એચડીએફસી બેંકને વૈશ્વિક માપદંડો દ્વારા એક મોટી ધીરાણકર્તા બનાવશે. આનાથી HDFC બેન્કમાં FII હિસ્સા માટે વધુ જગ્યા ઉભી થશે. HDFC-HDFC બેંકનું મર્જર નાણાકીય વર્ષ 2023-24ના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. HDFCની કુલ સંપત્તિ 6.23 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે HDFC બેન્ક પાસે 19.38 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. HDFC બેંક પાસે 68 કરોડનો વિશાળ ગ્રાહક આધાર છે.

આ પણ વાંચો :  ફ્યુચર રિટેલના શેરધારકોની આજે મહત્વની બેઠક, 45% દેવું રિલાયન્સને ટ્રાન્સફર કરવાની દરખાસ્ત