કેટલીકવાર આપણી પાસે પૈસાના બંડલમાં ફાટેલી ચલણી નોટ આવી જાય છે તો ક્યારેક ઉપયોગ દરમ્યાન ચલણી નોટ ફાટી જતી હોય છે. મૂલ્ય ધરાવતી આ નોટ ફાટી જાય તો શું કરવું? આ પ્રશ્ન આપણા મનમાં ઉઠે છે.
જો તમારી પાસે પણ ફાટેલી નોટો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આ ફાટેલી નોટો ક્યાં અને કેવી રીતે બદલી શકો છો.અને બદલામાં બેંક તમને કેટલા પૈસા આપે છે?
ભારતીય રિઝર્વ બેન્કે ફાટેલી નોટોના બદલામાં (નોટ રિફંડ) નિયમ, 2009 માં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે. નિયમો અનુસાર, લોકો નોટોની સ્થિતિના આધારે આરબીઆઈ કચેરીઓ અને દેશભરમાં નિયુક્ત બેંક શાખાઓમાં ખામીયુક્ત નોટો બદલી શકે છે.
અહીં બદલાવી શકાય ફાટેલી ચલણી નોટ
તમે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને આ નોટો બદલી શકો છો. પરંતુ હા, દરેક બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. બેંક કર્મચારીઓ તમારી નોટ બદલવાનો ઇનકાર કરી શકતા પણ નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તમામ બેંકોને ફાટેલી નોટોની આપ -લે કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ સાથે તેમણે શાખાઓની આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવું પડશે.
2000 ની ફાટેલી નોટના બદલામાં શું મળશે ?
RBI ના નિયમો અનુસાર નોટ કેટલી ફાટેલી છે તે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો રૂ 2000 ની નોટના 88 વર્ગ સેન્ટિમીટર હોય તો પુરા પૈસા મળે છે પણ ૪૪ વર્ગ સેન્ટિમીટર પર ચલણના અડધા પૈસા મળશે.
બેંક કોઈ ફી લેતી નથી
ફાટેલી નોટો બદલવા માટે બેંક તમારી પાસેથી કોઈ ફી લેતી નથી. આ સેવા બેંક દ્વારા મફત આપવામાં આવે છે. જો કે બેંક અત્યંત ખરાબ અથવા ખરાબ રીતે બળી ગયેલી નોટો બદલવાની ના પાડી શકે છે. જો બેંકને શંકા છે કે નોટ જાણી જોઈને કાપવામાં આવી છે તો તે પણ એક્સચેન્જ કરવામાં આવશે નહીં.
રિફંડ કેટલું મળશે ?
રૂ .50, રૂ .100 અને રૂ .500 ની ફાટેલી નોટોના સંપૂર્ણ વળતર માટે તમારી નોટને 2 ભાગમાં વાળીને તપસ્વી પડશે જેમાંથી એક હિસ્સો આખી નોટ 40 ટકા કે તેથી વધુ આવરી લે છે તો પૂરેપૂરું રિટર્ન મળશે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવ્યો ઉછાળો , શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે ? જાણો આજના લેટેસ્ટ રેટ