Harshad Mehta ની પત્નીએ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઈટ, જાણો પરિવારનો દાવો શું છે?

|

Jul 29, 2023 | 7:01 AM

1992 ના ભારતીય શેરબજાર(Share Market)માં ભૂકંપ લાવનાર કરોડો રૂપિયાના કૌભાંડ(1992 Indian stock market scam)ના મુખ્ય આરોપી હર્ષદ મહેતા(Harshad Mehta) નું ડિસેમ્બર 2001 માં જેલમાં મૃત્ય થયું હતું. તેમની પત્ની જ્યોતિ હર્ષદ મહેતા (Jyoti Mehta - Harshad Mehta's Wife) એ એક વેબસાઈટ દ્વારા માહિતી જાહેર કરી પતિને નિર્દોષ સાબિત કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

Harshad Mehta ની પત્નીએ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઈટ, જાણો પરિવારનો દાવો શું છે?

Follow us on

1992 ના ભારતીય શેરબજાર(Share Market)માં ભૂકંપ લાવનાર કરોડો રૂપિયાના કૌભાંડ(1992 Indian stock market scam)ના મુખ્ય આરોપી 29 જુલાઈ1954એ જન્મેલા (Harshad Mehta Birthday)હર્ષદ મહેતા(Harshad Mehta) નું ડિસેમ્બર 2001 માં જેલમાં મૃત્ય થયું હતું.

હવે આ ઘટનાને બે દાયકાથી વધુ સમય બાદ તેમની પત્ની જ્યોતિ હર્ષદ મહેતા (Jyoti Mehta – Harshad Mehta’s Wife) એ એક વેબસાઈટ દ્વારા માહિતી જાહેર કરી પતિને નિર્દોષ સાબિત કરવા પ્રયાસ હાથ ધર્યા છે.આ સાથે જ્યોતિએ એ જેલ જ્યાં હર્ષદ મહેતા મૃત્યુ પામ્યા હતા ત્યાંના સત્તાવાળાઓ પર તેના હર્ષદ મહેતાને સમયસર તબીબી સારવાર આપવામાં બેદરકારી દાખવવાનો આરોપ પણ મૂક્યો છે.

હર્ષદ મહેતાના પરિવારે https://www.harshadmehta.in/ નામની વેબસાઇટ શરૂ કરી છે. પરિવારનો દાવો છે કે લોકોને હર્ષદ વિશેની સાચી હકીકતથી વાકેફ કરવા માટે આ વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.

કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?

જ્યોતિ મહેતાએ વેબસાઈટ પર લખ્યું કે તેમના ઘા હજુ પણ તાજા છે અને 20 વર્ષ પછી પણ તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. પરિવારનું કહેવું છે કે હર્ષદ મહેતા (Harshad Mehta Scam) અને તેની કહાની આજે પણ લોકોમાં મીડિયા અને ફિલ્મોના કારણે જીવંત છે. ચર્ચાઓ વચ્ચે આક્ષેપો અને તેનું સત્ય લોકોને જણાવવા માટે આ વેબસાઇટ શરૂનો દાવો કરવામાં આવ્યો છે.

54 દિવસની અટકાયત બાદ જેલમાં હર્ષદ મેહતા મૃત્યુ પામ્યા હતા

એક સમયે શેરબજારના બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના પત્ની જ્યોતિ મહેતાએ કહ્યું છે કે 30 ડિસેમ્બર 2001ના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે અમને હર્ષદના મૃત્યુના સમાચાર મળ્યા હતા. થાણે જેલમાં 54 દિવસની અટકાયત પછી મારા પતિનું અચાનક અને દુઃખદ અવસાન થયું હતું. તે 47 વર્ષના હતા અને સંપૂર્ણ સ્વસ્થ હતા. હર્ષદ મહેતાનો પણ હ્રદયરોગ સંબંધિત અગાઉનો કોઈ રેકોર્ડ નહોતો. પોતાનું દર્દ વ્યક્ત કરતાં જ્યોતિ મહેતાએ કહ્યું હતું કે અમે અમારા દુશ્મનોને પણ આવી સજા અને આવી દુ:ખદ મૃત્યુ ઈચ્છતા નથી.

હર્ષદનું મૃત્યુ કેવી રીતે થયું તે સામે પ્રશ્નો ઉઠ્યા

  1. હર્ષદ મહેતા પર ઘણા કેસ ચાલતા હતા પરંતુ તેઓ માત્ર એક જ કેસમાં દોષી સાબિત થયા હતા.
  2. હાઈકોર્ટે તેને દોષિત ઠેરવતા પાંચ વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
  3. હર્ષદ મહેતા થાણે જેલમાં બંધ હતા.
  4. 31 ડિસેમ્બર, 2001 ના રોજ મોડી રાત્રે તેણે પીડાની ફરિયાદ કરી હતી
  5. હર્ષદને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

બે દાયકા બાદ પણ રિકવરી થઈ હોવાના દાવા

કૌભાંડના 25 વર્ષ પછી પણ હર્ષદના પરિવાર પાસેથી રિકવરી કરાઈ છે. કસ્ટોડિયને મહેતાની મિલકતો વેચી અને બેંકો અને આવકવેરા વિભાગને મોટી રકમ સોંપી છે. વર્ષ 2017માં મહેતાના પરિવારના સભ્યોએ બેંકને 614 કરોડ રૂપિયા સોંપ્યા હતા.

Next Article