
ગુજરાત ગેસ લિમિટેડ (Gujarat Gas) એ ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. 2.40નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. 38.43 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm)થી વધીને રૂ. 40.83 પ્રતિ scm થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, સ્પોટ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ના ઊંચા ભાવને કારણે કિંમતોમાં વધારો થયો છે. એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા 20 ઓગસ્ટના રોજ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. નવી કિંમતો 21 ઓગસ્ટથી લાગુ થશે.
આ પણ વાંચો: Gujarat Gas Q4 Results : નફામાં ઘટાડા છતાં ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે
સતત પાંચ વાર ભાવ ઘટાડા બાદ ગુજરાત ગેસે હવે 2023માં ભાવ વધાર્યા છે. વર્ષની શરૂઆતમાં ઔદ્યોગિક ગેસના દર રૂ. 47.93/scm હતા. ગુજરાત ગેસે 2023માં પાંચમી વખત કિંમતમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં કિંમત ઘટીને રૂ. 38.43 પ્રતિ સેમી થઈ ગઈ હતી.
ગુજરાત ગેસે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 43.4 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જે રૂ. 216 કરોડ થયો છે. કંપનીએ Q1FY24માં રૂ. 412.71 કરોડનો EBITDA નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 626.39 કરોડ હતો.
ગુજરાત ગેસે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે તેનું કુલ ગેસ વેચાણ વોલ્યુમ 9.22 mmscmd (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ) હતું, જે અગાઉના ક્વાર્ટરમાં 8.86 mmscmd હતું. ઔદ્યોગિક વોલ્યુમ અગાઉના ક્વાર્ટર (Q4FY23) કરતાં 10 ટકા વધીને 5.88 mmscmd પર પહોંચી ગયું છે. 18 ઓગસ્ટના રોજ NSE પર ગુજરાત ગેસનો શેર 0.36 ટકાના ઘટાડા સાથે રૂ. 452.55 પર બંધ થયો હતો.
ગુજરાત ગેસે (Gujarat Gas Ltd)ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 369.2 કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જોકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ 333 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તે રૂ. 31862 કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. 52 સપ્તાહનો સૌથી વધુ રૂ.584 અને સૌથી ઓછો રૂ.403 છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે.
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…