Gujarat DA Hike : ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી, જાણો ક્યારે અને કેટલો વધશે પગાર

|

May 02, 2022 | 8:01 AM

ગુજરાત સરકારની આ મોટી જાહેરાતથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળવાનો છે. રાજ્ય સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 01 જુલાઈ 2021થી વધેલા DAનો લાભ મળશે.

Gujarat DA Hike : ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી, જાણો ક્યારે અને કેટલો વધશે પગાર
Symbolic Image

Follow us on

1લઈ મે ગુજરાત સ્થાપના દિને(Gujarat Foundation Day)  રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Gujarat DA Hike)વધારવાની જાહેરાત કરી છે.કોરોનાકાળ દરમ્યાન કર્મચારીઓ સરકારના લાભથી વંચિત રખાયા હતા પરંતુ હવે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે ત્યારે સરકાર તને કર્મચારીઓના ભથ્થાઓ  સહિતના લાભ આપી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા DA અને DR માં વધારો અપાયા બાદ હવે રાજ્ય સરકાર પણ આગળ આવી છે. ગુજરાત સ્થાપના દિનના ઉજવણી અવસરે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ કર્મચારીઓ અને પેન્શનરોની સંખ્યા 9.38 લાખ છે જેમને પગાર વધારો મળશે.

કેટલા લોકોને ફાયદો મળશે?

ગુજરાત સરકારની આ મોટી જાહેરાતથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળવાનો છે. રાજ્ય સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 01 જુલાઈ 2021થી વધેલા DAનો લાભ મળશે. રાજ્ય સરકારની આ જાહેરાતથી એવા લોકોને ફાયદો થશે જેઓ 7મા પગાર પંચનો લાભ મેળવી રહ્યા છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં આ કેટેગરીના કર્મચારીઓ અને પેન્શનરોની સંખ્યા 9.38 લાખ છે.

એરિયર્સ બે હપ્તામાં ચૂકવવામાં આવશે

રાજ્ય સરકારે એવી પણ માહિતી આપી હતી કે તમામ કર્મચારીઓ અને પેન્શનરોને છેલ્લા 10 મહિનાનું એરિયર્સ ચૂકવવામાં આવશે. લાભાર્થીઓને છેલ્લા 10 મહિનાના ડીએનું એરીયર્સ બે હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ પાંચ મહિના માટે બાકીના પ્રથમ હપ્તાને મે 2022ના પગાર અને પેન્શનમાં ઉમેરવામાં આવશે. ત્યારપછીના પાંચ મહિનાના એરિયર્સનો બીજો હપ્તો જૂન 2022ના પગાર સાથે આપવામાં આવશે. આ રીતે મે મહિનાથી લાભાર્થી કર્મચારીઓ અને પેન્શનધારકોને પહેલા કરતા વધુ પૈસા મળવા લાગશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

તમને જણાવી દઈએ કે ગઈકાલે  ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ હતો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ-અલગ ટ્વીટ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ પણ ગુજરાતના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, ‘ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર ગુજરાતના લોકોને મારી શુભેચ્છાઓ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય ઘણા મહાન આત્માઓના વિચારોથી પ્રેરિત, ગુજરાતના લોકો વિવિધ સિદ્ધિઓ માટે પ્રશંસા કરે છે. આવનારા વર્ષોમાં ગુજરાત વધુ પ્રગતિ કરતું રહે તેવી પ્રાર્થના. વડાપ્રધાને પણ ગુજરાતીમાં પોસ્ટ લખીને રાજ્યની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : શું ફરી વધશે પેટ્રોલ – ડીઝલના ભાવ? જાણો આજે કઈ કિંમતે વેચાઈ રહ્યું છે તમારા વાહનનું ઇંધણ

Next Article