ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન(GST Collection) ના મામલે કેન્દ્ર સરકારે બીજી વખત મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઓક્ટોબર 2021માં GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા થયું છે. આ અગાઉ એપ્રિલ 2021માં જીએસટી કલેક્શન રૂ 1.3 લાખ કરોડને પાર કરી ગયું હતું.આ બીજીવાર આ આંકડો હાંસલ કરાયો છે. ઓક્ટોબરના ગ્રોસ GST કલેક્શનમાં, CGST રૂ 23,861 કરોડ, SGST રૂ 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ અને સેસ રૂ 8,484 કરોડ છે. સેસમાં રૂ. 699 કરોડનું યોગદાન આયાતી માલ પર લાગુ પડતા સરચાર્જ દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે.
GST collection for October 2021 registered the second highest since implementation of GST
₹ 1,30,127 crore gross GST revenue collected in OctoberRevenues…of October 2021 are 24% higher than the GST revenues in the same month last year& 36% over‘19-20
https://t.co/O8CDBdTbx6— Nirmala Sitharaman (@nsitharaman) November 1, 2021
અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત
કેન્દ્રએ કહ્યું કે ઓક્ટોબરમાં GST કલેક્શન આર્થિક રિકવરીને અનુરૂપ છે. દેશની અર્થવ્યવસ્થામાં રિકવરી રેટની દર મહિને જનરેટ થતા ઈ-વે બિલ દ્વારા પણ પુષ્ટિ મળે છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સેમી-કંડક્ટરના સપ્લાયમાં સમસ્યાને કારણે કાર અને અન્ય ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો ન થયો હોત તો જીએસટી કલેક્શનનો આંકડો વધુ સારો હાંસલ કરવામાં સફળતા મળે તેમ હતી.
આયાતથી થતી આવકમાં 39% વધારો
સરકારે IGSTમાં નિયમિત સેટલમેન્ટ તરીકે CGSTના રૂ 27,310 કરોડ અને SGSTના રૂ. 22,394 કરોડનું સેટલમેન્ટ કર્યું છે. ઑક્ટોબર દરમિયાન માલની આયાતથી થતી આવક વાર્ષિક ધોરણે 39 ટકા વધુ હતી. તેવી જ રીતે ઘરેલું વ્યવહારોમાંથી આવક વાર્ષિક ધોરણે 19 ટકા વધી છે.
PMI સતત ચોથા મહિને વધ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સતત સુધારો થઈ રહ્યો છે જે રિકવરીના માર્ગ પર છે. માંગમાં વધારો અને કોવિડ રોગચાળાની સ્થિતિમાં સુધારાને કારણે અર્થવ્યવસ્થા સુધરી રહી છે. ઓક્ટોબરમાં દેશનો મેન્યુફેક્ચરિંગ PMI 55.9 હતો. તે સપ્ટેમ્બરમાં 53.7 અને ઓગસ્ટમાં 52.3 હતો. PMI 50 થી ઉપરનો અર્થ છે કે અર્થતંત્ર વિસ્તરી રહ્યું છે. ફેબ્રુઆરી પછી આ સતત ચોથો મહિનો છે જ્યારે આ આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : હવે Pensioners વીડિયો કોલ દ્વારા લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! જાણો અમદાવાદ સહીત રાજ્યમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ