ગૌતમ અદાણીની મદદ કરનાર રોકાણકારે હવે બાબા રામદેવની કંપનીમાં કર્યુ કરોડોનું રોકાણ, કંપનીમાં ખરીદ્યો મોટો હિસ્સો

|

Jul 17, 2023 | 9:40 PM

ફ્લોરિડાના GQG પાર્ટનર્સે હવે બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સમાં 2400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. GQG પાર્ટનર્સનું નેતૃત્વ રાજીવ જૈન કરે છે અને પતંજલિ ફૂડ્સની ઑફર ફોર સેલ (OFS) દરમિયાન તેમણે કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો.

ગૌતમ અદાણીની મદદ કરનાર રોકાણકારે હવે બાબા રામદેવની કંપનીમાં કર્યુ કરોડોનું રોકાણ, કંપનીમાં ખરીદ્યો મોટો હિસ્સો

Follow us on

હિંડનબર્ગ કટોકટીના સમયે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના (Gautam Adani) પડખે ઉભા રહેલા મોટા રોકાણકાર હવે બાબા રામદેવની (Baba Ramdev) કંપનીમાં રોકાણ કરશે. આ રોકાણકાર બાબા રામદેવના પતંજલિ ફૂડ્સના બિઝનેસના વિસ્તરણમાં મદદ કરશે અને કંપનીમાં કરોડો ડોલરનું રોકાણ કરશે. આ રોકાણકારોએ અદાણી ગ્રુપમાં પણ અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

ફ્લોરિડાના GQG પાર્ટનર્સે હવે બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સમાં 2400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. GQG પાર્ટનર્સનું નેતૃત્વ રાજીવ જૈન કરે છે અને પતંજલિ ફૂડ્સની ઑફર ફોર સેલ (OFS) દરમિયાન તેમણે કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ઈનક્રેડિબલ ઈન્ક લીડરશિપ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

2.15 કરોડ શેર ખરીદ્યા

ઓફર ફોર સેલ હેઠળ GQG પાર્ટનર્સે પતંજલિમાં 5.96 ટકા હિસ્સો એટલે કે 2.15 કરોડ શેર ખરીદ્યા છે. આ માટે ફ્લોર પ્રાઈસ રૂ. 1,000 હતી, જોકે, નોન-રિટેલ રોકાણકારોને રૂ. 1103.80 કરોડના શેરની કિંમત મળી હતી. આ કારણે GQG પાર્ટનર્સને પતંજલિમાં આ હિસ્સો ખરીદવા માટે લગભગ 2,400 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.

નોંધનીય છે કે પતંજલિએ આ OFS હેઠળ કુલ 7 ટકા એટલે કે 2.28 કરોડ શેર વેચ્યા હતા. કંપનીએ નોન-રિટેલ રોકાણકારો માટે જે હિસ્સો રાખ્યો હતો તેના બદલામાં તેની માંગ બમણી કરવામાં આવી હતી. બીજી તરફ, સામાન્ય રોકાણકારો એટલે કે છૂટક રોકાણકારો માટે રાખવામાં આવેલા હિસ્સાની માંગ ત્રણ ગણી હતી.

અદાણી ગ્રૂપમાં રોકાણથી બાદ ચર્ચામાં

રાજીવ જૈનના GQG પાર્ટનર્સ આ વર્ષે માર્ચમાં લાઈમલાઇટમાં આવ્યા હતા. કંપનીએ તે સમયે સંકટમાં ઘેરાયેલા ગૌતમ અદાણીને મદદ કરી હતી અને અદાણી ગ્રુપમાં મોટી રકમનું રોકાણ કર્યું હતું. GQG પાર્ટનર્સે સૌપ્રથમ અદાણી ગ્રૂપમાં $2 બિલિયનનું રોકાણ કર્યું, ત્યારપછી કંપની જૂથમાં બે રાઉન્ડમાં વધુ રોકાણ કર્યુ.

પતંજલિ ફૂડ્સના શેરમાં વધારો થયો હતો

આ દરમિયાન સોમવારે પતંજલિ ફૂડ્સના શેરમાં મોટો વધારો જોવા મળ્યો હતો. તેનો ભાવ 2.43 ટકા વધીને રૂ.1254.70 પર બંધ થયો હતો. તે જ સમયે, 7 ટકા શેર વેચ્યા પછી હવે પતંજલિ ફૂડ્સમાં પ્રમોટરનો હિસ્સો 80.82 ટકાથી ઘટીને 73.82 ટકા પર આવી ગયો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article