શેરબજારમાં ઘટાડા છતાં સરકાર ચોથા ક્વાર્ટરમાં LICનો IPO લાવશે, જાણો વિગતવાર

|

Dec 07, 2021 | 8:30 AM

સફળ LIC IPO રૂપિયાને ટેકો આપશે, રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં મદદ કરશે અને રેટિંગ એજન્સીઓ દ્વારા તેને હકારાત્મક રીતે જોવામાં આવી છે. IPOની સફળતાનો આધાર યોગ્ય કિંમત પર રહેશે.

શેરબજારમાં ઘટાડા છતાં સરકાર ચોથા ક્વાર્ટરમાં LICનો IPO લાવશે, જાણો વિગતવાર
LIC IPO

Follow us on

Paytm અને Star Health જેવા મેગા IPO ના નબળાં પ્રદર્શન છતાં સરકાર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લોન્ચ કરવાની તેની યોજનાને યથાવત રાખશે. નવા કોવિડ વેરિએન્ટની શોધી બાદ શેરબજારોમાં આવેલા ઘટાડા પછી પણ સરકાર પોતાના નિર્ણય પર અડગ છે.

એક મીડિયા અહેવાલ સામે આવ્યો છે કે વીમા કંપનીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અને વર્તમાન નાણાકીય વર્ષ માટે તેના અર્ધવાર્ષિક પરિણામોના સંદર્ભમાં આધારભૂત કામગીરી કરી છે. મિલિમેન એડવાઇઝર્સ, કન્સલ્ટિંગ એક્ટ્યુરી, આ મહિનાના અંતમાં સત્તાવાર રીતે તેનો રિપોર્ટ સબમિટ કરે તેવી અપેક્ષા છે. બેન્કર્સે ચોથા ક્વાર્ટરમાં IPO માટે સંભવિત રોકાણકારો સાથે પ્રારંભિક બેઠકો કરી છે.

સફળ LIC IPO રૂપિયાને ટેકો આપશે, રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં મદદ કરશે અને રેટિંગ એજન્સીઓ દ્વારા તેને હકારાત્મક રીતે જોવામાં આવી છે. IPOની સફળતાનો આધાર યોગ્ય કિંમત પર રહેશે. સરકાર IPO સાથે આગળ વધી રહી છે તેવા સંકેતમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ આ અઠવાડિયે IPO પ્રક્રિયા માટે PR ફર્મની નિમણૂક કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

IPO પહેલા LICએ કર્યું આ મોટું કામ
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) પહેલા સંપત્તિની ગુણવત્તામાં સુધારો કર્યો છે. તેના પ્રસ્તાવિત IPO પહેલા વીમા ક્ષેત્રની અગ્રણી કંપની LIC એ માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે તેની સંપત્તિની ગુણવત્તામાં સુધારો કર્યો છે. ભારતીય જીવન વીમા નિગમના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ 31 માર્ચ 2021ના રોજ કુલ રૂ 4,51,303.30 કરોડના પોર્ટફોલિયોમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) રૂ 35,129.89 કરોડ છે.

સરકારે આ વર્ષની શરૂઆતમાં એલઆઈસીના લિસ્ટિંગની સુવિધા માટે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ, 1956માં સુધારો કર્યો હતો. સુધારા મુજબ, કેન્દ્ર સરકાર IPO પછી પ્રથમ પાંચ વર્ષ માટે LICમાં 75 ટકા હિસ્સો ધરાવશે અને પછી લિસ્ટિંગના પાંચ વર્ષ પછી દરેક સમયે ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો ધરાવશે. સરકાર હાલમાં LICમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.

પોલિસીધારકો માટે 10% અનામત
સુધારેલા કાયદા મુજબ, LICની અધિકૃત શેર મૂડી રૂ. 25,000 કરોડ હશે, દરેક રૂ. 10ના 2,500 કરોડ શેરમાં વિભાજિત થશે. LIC IPO ઇશ્યૂના કદના 10% પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. LIC એકવાર લિસ્ટેડ થઈ જાય તે માર્કેટ કેપની દૃષ્ટિએ સૌથી મોટી સ્થાનિક કંપનીઓમાંની એક હશે જેની અંદાજિત વેલ્યુએશન રૂ. 8-10 લાખ કરોડ હશે.

 

આ પણ વાંચો : Nifty 50 અને Bank Niftyમાં થી શકે છે ફેરફાર, જાણો કયો સ્ટોક કરશે Entry અને કોણ થશે OUT

 

આ પણ વાંચો : Star Health IPO: રોકાણકારોના ઠંડા પ્રતિસાદ બાદ જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ? શેરની ફાળવણી આ રીતે તપાસો

Published On - 8:29 am, Tue, 7 December 21

Next Article