સરકારે EVને આપ્યો મોટો બુસ્ટ, લિથિયમ માઈનિંગને કેબિનેટે આપી મંજૂરી

|

Jul 12, 2023 | 4:46 PM

હવે કંપનીઓને તે વિસ્તારોમાં પણ માઈનિંગ કરવાની છૂટ આપવામાં આવશે, જ્યાં તેઓ માઈનિંગ કરવા ઈચ્છે છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાણ અને ખનિજ અધિનિયમ, 1957માં સુધારા પછી સરકાર દ્વારા બ્લોક અથવા ખાણની નવી રીતે હરાજી કરવામાં આવશે.

સરકારે EVને આપ્યો મોટો બુસ્ટ, લિથિયમ માઈનિંગને કેબિનેટે આપી મંજૂરી

Follow us on

12 જુલાઈના રોજ કેન્દ્રીય કેબિનેટે ખાણ અને ખનિજ અધિનિયમ, 1957માં સુધારાને મંજૂરી આપી અને લિથિયમ (Lithium) અને અન્ય ખનિજોના ખાણકામને મંજૂરી આપી હતી. આ સાથે લિથિયમ માઈનિંગમાંથી ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની શક્યતાઓ વધી છે. અગાઉ એવા અહેવાલ હતા કે સરકાર લિથિયમ, સોનું, ચાંદી, તાંબુ અને જસત જેવા ખનિજોના સંશોધનને પ્રોત્સાહિત કરવા કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે.

2014થી ખાણ અને ખનિજ અધિનિયમમાં આ પાંચમો સુધારો છે, જેમાં અગાઉના ફેરફારોમાં ખનિજ સંસાધનો માટે ઈ-હરાજી ફરજિયાત કરવામાં આવી હતી અને ખનન લીઝની મુદત લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Share Market :સરકારના આ નિર્ણયથી online Gaming કંપનીના શેર ઊંધા માથે પટકાયા,Delta Corp Ltd 23% તૂટ્યો

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

હવે કંપનીઓને તે વિસ્તારોમાં પણ માઈનિંગ કરવાની છૂટ આપવામાં આવશે, જ્યાં તેઓ માઈનિંગ કરવા ઈચ્છે છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાણ અને ખનિજ અધિનિયમ, 1957માં સુધારા પછી સરકાર દ્વારા બ્લોક અથવા ખાણની નવી રીતે હરાજી કરવામાં આવશે.

હવે ઉંડાણમાં હાજર મહત્વના ખનિજોના ખનન માટે જ કંપનીઓને લાયસન્સ આપવામાં આવશે. આ ખનિજોમાં સેલેનિયમ, તાંબુ, ટેલુરિયમ, જસત, સીસું, કેડમિયમ, સોનું, ઈન્ડિયમ, ચાંદી, રોક ફોસ્ફેટ, હીરા, એપેટાઈટ અને પોટાશ સહિતના ઘણા મહત્વપૂર્ણ તત્વોનો સમાવેશ થાય છે.

પ્રાઈવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે

આ ખનિજોમાં સેલેનિયમ, તાંબુ, ટેલુરિયમ, જસત, સીસું, કેડમિયમ, સોનું, ઈન્ડિયમ, ચાંદી, રોક ફોસ્ફેટ, હીરા, એપેટાઈટ અને પોટાશ સહિતના ઘણા મહત્વપૂર્ણ તત્વોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાણ અને ખનિજ કાયદામાં ફેરફાર કરીને ખાનગી ક્ષેત્રને ખાણકામમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી તેઓ વધુમાં વધુ માઈનીંગ કરી શકે.

ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં થશે વધારો

તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે ખાણ અને ખનિજ કાયદામાં ફેરફાર કર્યા પછી ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે. કારણ કે ઈલેક્ટ્રિક વાહનો બેટરી પર ચાલે છે અને બેટરીમાં લિથિયમનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં લિથિયમ જેટલું વધુ ઉત્પાદન થશે, તેટલી જ રસ્તાઓ પર ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે.

આમ પણ કેન્દ્ર સરકાર પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે એક વર્ષની અંદર ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો જેટલી થઈ જશે. આવી સ્થિતિમાં ખાણ અને ખનિજ કાયદામાં ફેરફાર કરવાથી પ્રદૂષણ પર આડકતરી રીતે અંકુશ આવશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article