આ શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણ પર થશે કામ, સરકાર લાવશે કાયદો, પછી થશે પ્રાઈવેટાઈઝેશન

|

Nov 23, 2021 | 11:55 PM

સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે બેંકિંગ કંપની એક્ટ 1970માં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર શિયાળુ સત્રમાં સુધારો રજૂ કરશે.

આ શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણ પર થશે કામ, સરકાર લાવશે કાયદો, પછી થશે પ્રાઈવેટાઈઝેશન

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) બજેટ 2021માં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની (Privatization Of Banks) જાહેરાત કરી હતી. હવે આ દિશામાં કામ શરૂ થયું છે. રિપોર્ટ અનુસાર સરકાર શિયાળુ સત્રમાં (Winter session) બેંકિંગ કાયદામાં ફેરફાર કરી શકે છે. 29 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે બેંકિંગ કંપની એક્ટ 1970માં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 પણ રજૂ કરી શકે છે. ડિજિટલ કરન્સી બિલ 2021ની મદદથી આરબીઆઈને આ અધિકાર મળશે, જેથી તે સત્તાવાર ડિજિટલ ચલણ લાવી શકે. આ બિલમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની પણ વાત કરવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

AIBOC કરશે બેંકોના ખાનગીકરણનો વિરોધ

અહીં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ કહ્યું કે તે બેંકોના ખાનગીકરણનો વિરોધ કરશે. AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ કહ્યું કે સરકાર આ શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણ અંગે બિલ રજૂ કરશે.

 

તેમનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે રાજનીતીથી  પ્રેરિત છે. જો સરકાર ખાનગીકરણ કરશે તો પ્રાયોરીટી સેક્ટરને સરળતાથી લોન નહીં મળે. તેમણે કહ્યું કે દેશની જમા થયેલી મૂડીનો 70 ટકા હિસ્સો જાહેર ક્ષેત્રની બેંકોમાં જમા છે. આવી સ્થિતિમાં લોકોના પૈસા ખાનગી લોકોના હાથમાં આપવાનો સરકારનો નિર્ણય ખોટો છે.

 

બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ માટે  1.75 લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ સાથે નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. આ સિવાય LIC IPO લાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સરકાર BPCLમાં પોતાનો હિસ્સો વેચીને પણ ભંડોળ એકત્ર કરશે.

 

ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે પણ કાનુન 

રિપોર્ટ અનુસાર સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી બિલ 2021 પણ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે આ કાયદાની મદદથી તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે આમાં થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે. તાજેતરમાં જ ક્રિપ્ટોકરન્સીને લઈને પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં પીએમએ કહ્યું કે એવું ન થવું જોઈએ કે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં આવી જાય.

 

 

આ પણ વાંચો :  NPS માં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી મળશે 1 લાખ રૂપિયા કરતા વધારે માસિક પેન્શન, જાણો અહીં

 

Next Article