પૈસા ડૂબવાની કોઈ ચિંતા નહીં! સુરક્ષિત રોકાણ સાથે કરો ‘લાખોની કમાણી’, આ ‘સરકારી સ્કીમ’ વિશે જાણી લો

આજના સમયમાં કમાણીની સાથે-સાથે પૈસા સુરક્ષિત રાખવા પણ એટલા જ જરૂરી છે. જો તમે પણ કોઈ જોખમ વિના શાનદાર રિટર્ન મેળવવા માંગતા હોવ, તો આ સરકારી યોજના એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે.

પૈસા ડૂબવાની કોઈ ચિંતા નહીં! સુરક્ષિત રોકાણ સાથે કરો લાખોની કમાણી, આ સરકારી સ્કીમ વિશે જાણી લો
| Updated on: Nov 18, 2026 | 6:58 PM

આજના સમયમાં દરેક માણસ રોકાણ કરીને પૈસા બચાવવા માંગે છે. એવામાં ઘણીવાર એવું લાગે છે કે, પૈસા ડૂબી તો નહીં જાય? આવા સંજોગોમાં સુરક્ષિત રોકાણ વિકલ્પ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PPF એક શ્રેષ્ઠ વિકલ્પ

જો કોઈ સુરક્ષિત રોકાણ તરફ વળવા માંગે છે, તો તેના માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સામે આવે છે. આ સરકારી યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેમાં રોકાણ, મળતું વ્યાજ (PPF interest) અને મેચ્યોરિટીના પૂરા પૈસા ટેક્સ-ફ્રી (EEE કેટેગરી) હોય છે.

આવા સમયે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ઓપ્શન તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. એવામાં જો કોઈ વ્યક્તિ દર મહિને ₹11,000નું રોકાણ કરે, તો તેનાથી લાખોનું ફંડ બનવામાં કેટલા વર્ષ લાગશે?

₹11,000 માસિક રોકાણ પર કેટલું બનશે ફંડ?

જો તમે સતત દર મહિને ₹11,000નું રોકાણ કરો છો, તો માસિક રોકાણ ₹1,32,000 થશે. ટૂંકમાં, 15 વર્ષ સુધી PPFમાં જમા કરો, તો કુલ રોકાણની રકમ 11,000 x 12 x 15 એટલે કે ₹19,80,000 થશે.

વર્તમાન 7.1% વ્યાજ દરના હિસાબે આના પર લગભગ ₹16,00,024 વ્યાજ તરીકે મળશે. આ રીતે 15 વર્ષ પૂરા થવા પર મેચ્યોરિટી પર કુલ રકમ લગભગ ₹35,80,024 બની શકે છે, જેમાં તમારું રોકાણ અને તેના પર મળેલું વ્યાજ બંને સામેલ છે.

PPF કેમ ખાસ છે?

પીપીએફ (PPF) રોકાણની સૌથી મોટી ખાસિયત તેનું ટેક્સ-ફ્રી હોવું છે. આ ‘Exempt-Exempt-Exempt’ (EEE) કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ છે કે, ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. આ ઉપરાંત, દર વર્ષે મળતું વ્યાજ અને અંતે મળતી પૂરી મેચ્યોરિટી રકમ પણ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી રહેશે.

15 વર્ષનો લોક-ઇન પિરિયડ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) ખાતાની મેચ્યોરિટી અવધિ 15 વર્ષની હોય છે. જો તમારે લાખોનું લક્ષ્ય હાંસલ કરવું છે, તો 15 વર્ષ પૂરા થયા પછી આ ખાતું બંધ કરવાનું નથી. તમે ફોર્મ ભરીને તેને 5-5 વર્ષના બ્લોકમાં અનિશ્ચિત સમય સુધી આગળ વધારી (Extend) શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

કમાણીની ‘શાનદાર તક’! ‘Buy’ રેટિંગ સાથે ₹4842 સુધી જવાની રાખે છે ‘તાકાત’, રોકેટ બનશે આ ‘શેર’

Follow Us
Loading...
Unable to load recommendations.