Reels ના રસિયાઓ માટે સારા સમાચાર! ફેસબુક આપી રહી છે લાખો રૂપિયા કમાવાની તક, જાણો કેવી રીતે ?

|

Feb 24, 2022 | 6:39 AM

Facebook હવે શોર્ટ વિડિયોમાંથી થતી કમાણીનો એક ભાગ રીલ સર્જકો સાથે શેર કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ ​​જાહેરાત કરી કે શોર્ટ-વિડિયો શેરિંગ ફીચર વિશ્વના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક એપમાં ઉપલબ્ધ હશે.

Reels ના રસિયાઓ માટે સારા સમાચાર! ફેસબુક આપી રહી છે લાખો રૂપિયા કમાવાની તક, જાણો કેવી રીતે ?
Facebook (Symbolic Image)

Follow us on

ફેસબુક પર રીલ (Facebook Reels) એટલે કે શોર્ટ-વિડિયો શેર કરનારાઓ માટે સારા સમાચાર છે. ફેસબુક હવે શોર્ટ વિડિયોમાંથી થતી કમાણીનો એક ભાગ રીલ સર્જકો સાથે શેર કરવાની તૈયારી કરી રહ્યું છે.  ફેસબુક આગામી થોડા અઠવાડિયામાં પ્રાયોગિક ધોરણે આ પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ થશે કે કન્ટેન્ટ ક્રિએટર્સ હવે રીલ્સ બનાવીને ફેસબુક પર કમાણી કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં ફેસબુક યુઝર્સને પણ રીલ જોવા મળશે. અનુમાન છે કે ફેસબુક સ્ટોરીઝની જગ્યાએ ફેસબુક રીલ લોન્ચ કરવામાં આવી શકે છે.

જાહેરાત દ્વારા થતી કમાણીમાંથી કન્ટેન્ટ ક્રિએટર્સને મળશે લાભ

ફેસબુકે આ નિર્ણય તેના પ્લેટફોર્મ પર વધુને વધુ કન્ટેન્ટ ક્રિએટર્સને આકર્ષવા માટે  અને વિશ્વના ઘણા દેશોમાં ટીકટોક તરફથી મળી રહેલા પડકાર ધ્યાનમાં રાખીને કર્યો છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, તે પ્રાયોગિક ધોરણે રીલ બનાવતા કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જાહેરાત દ્વારા થતી કમાણીને શેર કરવા જઈ રહી છે.

આ રીતે થશે કમાણી

પ્રાયોગિક ધોરણે ભાગ લેનારા કન્ટેન્ટ સર્જકોએ બે જાહેરાત ફોર્મેટમાંથી એક પસંદ કરવાનું રહેશે. આમાં, પહેલું ફોર્મેટ બેનર્સનું છે અને બીજું ફોર્મેટ સ્ટીકરનું છે. બેનર ફોર્મેટમાં જાહેરાત એક ટ્રાન્સપરન્ટ રીતે ફેસબુક રીલ્સના તળિયે દેખાશે. જ્યારે સ્ટીકર્સ મોડમાં, જાહેરાત સ્ટીકરની જેમ રીલ્સ પર દેખાશે. કન્ટેન્ટ ક્રિએટર્સ ઈચ્છશે તે રીતે રીલ્સના કોઈ પણ હીસ્સામાં સ્ટીકર લગાવી શક્શે.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

મેટા દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે રીલ્સ પ્લે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે યુઝર્સને રીલ શેર કરીને કમાવાનો મોકો આપે છે. ફેસબુક એવા યુઝર્સને બોનસ આપશે કે જેઓ રીલ બનાવે છે, જેમની રીલને 30 દિવસમાં ઓછામાં ઓછા 1000 વ્યુ મળેલા છે.

આ પ્રોગ્રામ હેઠળ, સર્જકો દર મહિને વધુમાં વધુ 35,000 ડોલરની (લગભગ 2611,514) કમાણી કરી શકશે.

રીલ્સમાં પણ મળશે વિવિધ ફીચર

ફેસબુક તરફથી રીલ્સમાં વિવિધ અપડેટ્સ આપવામાં આવશે. આમાં, એડિટિંગ, શેરિંગ સિવાય યુઝર્સને વીડિયો રિમિક્સ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.

ફેસબુક રીલમાં 60 સેકન્ડના શોર્ટ વીડિયો બનાવી શકશે. નવા અપડેટ પછી, રીલ યુઝર્સને ડ્રાફ્ટ વિકલ્પ અને સેવ ડ્રાફ્ટ બટન આપવામાં આવી શકે છે. આ સિવાય વીડિયો ક્લિપિંગ ફીચર પણ આપી શકાય છે. જે અલગ-અલગ ફોર્મેટમાં વીડિયો પ્રકાશિત કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો :  વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલવામાં આવ્યા 18000 કરોડ રૂપિયા, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી

આ પણ વાંચો : Asia Economic Dialogue 2022: આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે ભારત – મુકેશ અંબાણી

Next Article