SBI Gold Deposit Scheme: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની SBI એ નવા અવતાર (R-GDS) માં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ ગોલ્ડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બેંકમાં સોનું જમા કરે છે અને બદલામાં તેને વ્યાજ મળે છે. અહીં તમારું સોનું પણ સુરક્ષિત પણ રહે છે.
SBI ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ માટેની પાત્રતાના નિયમ મુજબ કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તે પ્રોપરાઈટર, એચયુએફ, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોઈ શકે છે જે સેબી, કંપનીઓ, ચેરિટેબલ સંસ્થા અને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઈપણ સંસ્થા સાથે નોંધાયેલ છે. SBI ની આ યોજનામાં ઓછામાં ઓછા 10 ગ્રામનું રોકાણ કરવું પડશે.
રોકાણ કરવાની ત્રણ રીતો છે
એસબીઆઈ રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ (SBI R-GDS) માં ત્રણ રીતે રોકાણ કરી શકાય છે. ટૂંકા ગાળાની થાપણો 1-3 વર્ષ માટે છે. મધ્યમ મુદતની થાપણો 5-7 વર્ષ માટે છે જ્યારે લાંબા ગાળાની થાપણો 12-15 વર્ષ માટે રોકાણ કરી શકાય છે.
સમયગાળા મુજબ વ્યાજ દર
મળનાર વ્યાજ વિશે વાત કરીએ તો ટૂંકા ગાળાની થાપણો હેઠળ 1 વર્ષ માટે 0.50 ટકા વાર્ષિક, 1-2 વર્ષ માટે 0.55 ટકા, 2-3 વર્ષ માટે 0.60 ટકા, વ્યક્તિને 0.50 ટકા વ્યાજ મળે છે. મધ્યમ ગાળાની થાપણો માટે વ્યાજનો દર વાર્ષિક 2.25 ટકા અને લાંબા ગાળાની થાપણો માટે 2.50 ટકા વાર્ષિક છે.
રોકડમાં પણ રિટર્ન લઈ શકાય છે
રિપેમેન્ટ ઓપ્શનની વાત કરીએ તો તમે મેચ્યોરિટી પર સોનું લઈ શકો છો અથવા મૂલ્ય રોકડમાં લઈ શકો છો. સોનાના રૂપમાં વળતર લેવા માટે 0.20 ટકાનો વહીવટી ચાર્જ કાપવામાં આવે છે.
લોક-ઇન પીરિયડ શું છે?
લોક-ઇન પીરિયડની વાત કરીએ તો તે ટૂંકા ગાળા માટે 1 વર્ષ, મધ્યમ ગાળા માટે 3 વર્ષ અને લાંબા ગાળા માટે 5 વર્ષ છે. લોક-ઇન પીરિયડ પૂરો થવા પર પેનલ્ટી સાથે પ્રિ-મેચ્યોર પેમેન્ટ મેળવી શકાય છે.
આ પણ વાંચો : કર્મચારીઓને નિવૃત્તિ કે લાંબા સમયની નોકરી બાદ મળતી Gratuity શું છે? જાણો નોકરિયાતોના લાભની આ વાત અહેવાલમાં
આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો
Published On - 8:21 am, Thu, 7 October 21