સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! હોળી પર મળશે રૂપિયા 10000 ની ભેટ, જાણો કેવી રીતે લેશો લાભ

|

Feb 23, 2022 | 9:46 AM

કેન્દ્રની મોદી સરકાર (Modi Government) સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ(Special Festival Advance Scheme) ની જાહેરાત કરી શકે છે. આમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 10,000 રૂપિયાની જોગવાઈ કરી શકે છે.

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! હોળી પર મળશે રૂપિયા 10000 ની ભેટ, જાણો કેવી રીતે લેશો લાભ
symbolic image

Follow us on

7th Pay Commission: આ વખતે હોળીનો તહેવાર સરકારી કર્મચારીઓ(Government Employees) માટે કંઈક ખાસ બનવાનો છે. રંગોના આ તહેવાર પર કેન્દ્ર સરકાર તેમને મોટી ભેટ આપી શકે છે. કોરોના મહામારી બાદ આ ભેટ તહેવારના સમયને સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ ખાસ બનાવી શકે છે.

કેન્દ્રની મોદી સરકાર (Modi Government) સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ(Special Festival Advance Scheme) ની જાહેરાત કરી શકે છે. આમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 10,000 રૂપિયાની જોગવાઈ કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે આ હોળીના અવસર પર કેન્દ્રીય કર્મચારીઓ રૂ. 10,000 એડવાન્સ મેળવી શકે છે.

કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. આ માટેની છેલ્લી તારીખ 31મી માર્ચ 2022 હોઈ શકે છે એટલે કે આ તારીખ સુધી માત્ર કેન્દ્રીય કર્મચારીઓ એડવાન્સ લઈ શકશે. ગયા વર્ષે પણ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આ અંગેની જાહેરાત કરી હતી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કેટલા હપ્તા ચૂકવવા પડશે?

તહેવારો માટે આપવામાં આવતી એડવાન્સ પ્રી-લોડેડ(Pre Loaded) કરવામાં આવશે. આ નાણાં કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં પહેલેથી જ દર્જ હશે. તેમને માત્ર ખર્ચ કરવો પડશે. કેન્દ્રીય કર્મચારીઓને પણ આ નાણાં 10 હપ્તામાં ચૂકવવાની સુવિધા આપવામાં આવી રહી છે. તે માત્ર રૂ1000ના માસિક હપ્તામાં ચૂકવી શકાય છે.

રૂ. 10,000 કરોડ સુધીનો ખર્ચ થશે

પ્રાપ્ત માહિતી અનુસાર ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ 4,000-5,000 કરોડની જાહેરાત થઈ શકે છે. જો રાજ્યો પણ આ યોજનાનો અમલ કરે તો તેના માટે લગભગ રૂ. 8,000-10,000 કરોડ ખર્ચ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એડવાન્સ સ્કીમનો બેંક ચાર્જ પણ સરકાર ઉઠાવશે. કર્મચારીઓ આ એડવાન્સ ડિજીટલ ખર્ચ કરી શકશે.

માર્ચ મહિનાના પગારમાં કર્મચારીઓને પગાર વધારો મળવાની શક્યતા

હોળી પછી એટલે કે માર્ચ મહિનાના પગારમાં કર્મચારીઓને પગાર વધારો મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર(Central Government) ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં વધારાની જાહેરાત કરશે. આ સાથે હોળી પર 18 મહિનાથી અટકેલા DA ના બાકીના પૈસા(DA Arrear) મળવાની સંભાવના છે.

કેટલો વધારો થઇ શકે છે?

તમને જણાવી દઈએ કે આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે એટલે કે કર્મચારીઓને 31 ટકા મળતું મોંઘવારી ભથ્થું હવે વધીને 34 ટકા થઈ જશે.

AICPI Index અનુસાર ડિસેમ્બર 2021 માટે ઈન્ડેક્સમાં એક પોઈન્ટનો ઘટાડો થયો છે. મોંઘવારી ભથ્થાના સરેરાશ ઈન્ડેક્સની વાત કરીએ તો તે 351.33 રહ્યો છે તેથી આ પ્રમાણે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 34.04 ટકા થઈ શકે છે. વર્ષ તમને જણાવી દઈએ કે DA હંમેશા પૂર્ણાંકમાં આપવામાં આવે છે તેથી તે મુજબ તે 34 ટકા હશે.

 

આ પણ વાંચો : આફતમાંથી અવસર? કોરોના મહામારી દરમ્યાન કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો, જાણો સર્વેના રસપ્રદ ફેક્ટ્સ

 

આ પણ વાંચો : LIC IPO : મેગા IPOમાં આ યોજનાના લાભાર્થીઓને મળશે વિશેષ લાભ, જાણો સંપૂર્ણ વિગત

Next Article