Sovereign Gold Bond : સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી આ યોજના તમારા ધ્યાનમાં છે?

|

Jan 11, 2022 | 6:30 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન માટે 14 જાન્યુઆરી છેલ્લો દિવસ છે.

Sovereign Gold Bond : સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી આ યોજના તમારા ધ્યાનમાં છે?
Gold Price Today

Follow us on

શું તમે સોનામાં રોકાણ કરવા યોજના બનાવી રહ્યા છો? ખુલ્લા બજાર કરતા સસ્તું સોનુ ખરીદવા માટે તમારી પાસે તક છે. 14 જાન્યુઆરી સરકારની આયોજનનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન માટે 14 જાન્યુઆરી છેલ્લો દિવસ છે.

ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,786 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,736 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

SGB ના શું છે લાભ?

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના  સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર રોકાણ કરી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

SGB ​​માં રોકાણ કરવાના ફાયદા

  • ખાતરીપૂર્વકનું વળતર- સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને દર વર્ષે 2.5%ના દરે વ્યાજ મળશે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે મળશે.
  • કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ: રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં.
  • લોન સુવિધા: લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • સ્ટોરેજની કોઈ સમસ્યા નથી: સુરક્ષિત, ભૌતિક સોનાની જેમ સ્ટોરેજની કોઈ સમસ્યા નથી.
  • લિક્વીડીટી: એક્સચેન્જો પર વેપાર કરી શકાય છે.
  • GST, મેકિંગ ચાર્જિસમાંથી મુક્તિ: ભૌતિક સોનાથી વિપરીત, ત્યાં કોઈ GST અને મેકિંગ ચાર્જ નથી.

 

ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.  કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

 

આ પણ વાંચો : Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?

 

આ પણ વાંચો : Gold : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? શુદ્ધ સોનામાં સસ્તી કિંમતે રોકાણ માટે આ અહેવાલ મદદરૂપ બનશે

Next Article