Sovereign Gold Bond : આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?

|

Jun 20, 2022 | 7:13 AM

સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)સ્કીમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ વર્ષમાં બે વખત તમારા એકાઉન્ટમાં આવે છે.

Sovereign Gold Bond : આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?
Sovereign Gold Bond

Follow us on

શેરબજારની અસ્થિરતાના કારણે ઘણા રોકાણકારો મુન્ઝ્વનમાં મુકાયા છે. સલામત રોકાણ અને સારા રિટર્ન માટે આ રોકાણકારો સોના તરફ પણ વળ્યાં છે. સોનામાં રોકાણ(Investment in Gold) કરવાની યોજના વચ્ચે સસ્તી કિંમતે સોનુ ખરદીવાની તક મળવાની છે. વર્ષ 2022-23 માટે સોવરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)નો પ્રથમ તબક્કો આજે 20 જૂનથી ખુલ્યો છે. રિઝર્વ બેંક (RBI) અનુસાર આ સબ્સ્ક્રિપ્શન 5 દિવસ માટે ખુલ્લું રહેશે. આ પછી આગામી તબક્કો 22 થી 26 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવશે. એટલે કે જૂન પછી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની આગામી તક હવે લાંબા સમય બાદ ઓગસ્ટમાં આવશે. ગોલ્ડ બોન્ડ સુરક્ષિત રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ ગણવામાં આવે છે જેમાં રોકાણકારોને સોનાના ભાવમાં લાભ મળે છે. આ ઉપરાંત રોકાણ કરેલી રકમ ઉપર વ્યાજ પણ મળે છે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ ઈશ્યુ કરે છે. આ માત્ર દેશના નાગરિકો હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા સામાન્ય નાગરિકો માટે 4 કિલો, HUF માટે 4 કિલો અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિલો છે.

કઈ કિંમતે મળશે સોનું?

રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની સિરીઝ-1 માટે ઈશ્યુ પ્રાઇસ 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ સિરીઝ-1ને  20 જૂનથી 24 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવી છે. રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે રોકાણકારો કે જેઓ ડિજિટલી એપ્લાય કરે છે તેમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,041 રૂપિયા પ્રતિ ગ્રામ રહશે.

મહત્તમ ચાર કિલોગ્રામની કિંમત સુધી બોન્ડ ખરીદીની મર્યાદા

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. લઘુત્તમ રોકાણ એક ગ્રામ હોવું જોઈએ. બીજી બાજુ ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે. અરજીઓ ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના ગુણાંકમાં જારી કરવામાં આવે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વ્યાજનો લાભ મળે છે

સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)સ્કીમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ વર્ષમાં બે વખત તમારા એકાઉન્ટમાં આવે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?

કોમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

Next Article