સોનું 1,090 રૂપિયા મજબૂત અને ચાંદીમાં 1,947 રૂપિયાનો ઉછાળો

|

Feb 01, 2023 | 7:16 PM

બજેટ 2023-24માં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીને લઈને મોટી જાહેરાતો કરી છે. બજેટમાં સોનાના ઘટકો અને ચાંદીના ઉત્પાદનો પરની આયાત જકાત વધારવામાં આવી છે.

સોનું 1,090 રૂપિયા મજબૂત અને ચાંદીમાં 1,947 રૂપિયાનો ઉછાળો
Gold and silver prices

Follow us on

વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં વધારા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 1,090 વધીને રૂ. 57,942 પ્રતિ 10 ગ્રામ થયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 1,947 વધીને રૂ. 69,897 પ્રતિ કિલોગ્રામ બંધ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 67,950 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી. HDFC સિક્યોરિટીઝના વિશ્લેષકે જણાવ્યું હતું કે, “દિલ્હીમાં સ્પોટ સોનું રૂ. 1,090 વધીને રૂ. 57,942 પ્રતિ 10 ગ્રામ થયું હતું.”

આ પણ વાંચો: Union Budget 2023: વિશ્વના અર્થતંત્રમાં ભારત સૌથી આગળ રહેવાનું અનુમાન, 7 ટકા રહેશે દેશનો GDP, માથાદીઠ આવક થઈ બે ગણી

વિદેશી બજારમાં સોનું 1,923 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી ઘટીને 23.27 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોમેક્સ પર સ્પોટ ગોલ્ડ તેના અગાઉના બંધ સામે $1,923 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોનાના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો જોવા મળ્યો હતો, જેને નબળા પડતા ડોલર અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમો વધારો કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જણાવી દઈએ કે બજેટ 2023-24માં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીને લઈને મોટી જાહેરાતો કરી છે. બજેટમાં સોનાના ઘટકો અને ચાંદીના ઉત્પાદનો પરની આયાત જકાત વધારવામાં આવી છે. ડાયરેક્ટ ગોલ્ડ સિલ્વરની આયાત ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે ભારતીય વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત રૂ. 58 હજારની નજીક પહોંચી ગઈ છે. ત્યારે ચાંદીની કિંમત 70 હજાર રૂપિયાને પાર કરી ગઈ છે.

બજેટમાં આ જાહેરાતો કરવામાં આવી છે

  1. અનરફલ્ડ અને સેમી-મેન્યુફેક્ચર્ડ સ્વરૂપમાં સોનાના ઘટકો પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે.
  2. બીજી તરફ, ચાંદીના ડોર પરની આયાત જકાત, જેને સિલ્વર રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને 6.1 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે.

સોનાના ભાવ પર શું અસર થઈ

  1. બજેટમાં આ જાહેરાતો બાદ સોનાની કિંમતમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. આંકડા અનુસાર, તે 665 રૂપિયા વધીને 57855 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
  2. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ પણ 57,950 રૂપિયાની લાઈફ ટાઈમ હાઈ પહોંચી ગયો હતો.
  3. જો કે, આજે સોનાનો ભાવ 57150 રૂપિયા પર ખુલ્યો હતો અને એક દિવસ પહેલા સોનાનો ભાવ 57190 રૂપિયા જોવા મળ્યો હતો.

ચાંદીના ભાવ પર અસર

  1. બીજી તરફ વાયદા બજારમાં ચાંદીના ભાવમાં 1 હજાર રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
  2. બપોરે 2.30 વાગ્યે ચાંદીની કિંમત 1159 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે 69,988 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ હતી.
  3. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ દિવસની ટોચે રૂ. 70,152 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
  4. જો કે, આજે ચાંદી 68,754 રૂપિયા પ્રતિ કિલો સાથે ખુલી હતી અને તે પણ 68,613 રૂપિયા સાથે દિવસના નીચલા સ્તરે આવી હતી.
Next Article