Gold Price Today : અમેરિકામાં મંદીના વધતા ડરના કારણે બુલિયન માર્કેટમાં મજબૂત એક્શન જોવા મળી રહ્યું છે. સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી રહી છે અને તેની અસર કિંમતો પર પણ પડી રહી છે. આ જ કારણ છે કે આજે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. MCX પર સોનાનો ભાવ શરૂઆતમાં રૂપિયા 60,200ને પાર કરી ગયો હતો પરંતુ થોડીવારમાં જ ભાવ ઘટી ગયા હતા. સવારે 10 વાગે માં MCX સોનું 60156 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે નીચલા સ્તરેથી રિકવર થયા બાદ ચાંદીના ભાવ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. MCX ચાંદીની કિંમત 74300 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. શરૂઆતી કારોબારમાં કિંમત 74250 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર (26th April 2023, 10 AM ) | |
MCX GOLD : 60156.00 -105.00 (-0.17%) | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 62268 |
Rajkot | 62277 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 61530 |
Mumbai | 61040 |
Delhi | 61190 |
Kolkata | 61040 |
આ પણ વાંચો : સોનું નહીં ચાંદી તમારી ચમક વધારશે, 1 વર્ષમાં 1 લાખને પાર પહોંચવાનો અંદાજ, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
આ પણ વાંચો : Share Market Today : વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ, Sensex 60 હજાર નીચે સરકી ગયો
કોમોડિટી માર્કેટના નિષ્ણાત અને IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર સોના અને ચાંદી બંનેના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. MCX પર સોનાનો જૂન વાયદો 60300 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ માટે 59550 રૂપિયાનો સ્ટોપ લોસ છે. MCX ચાંદીનો જુલાઈ વાયદો 76200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આ માટે 74400 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:20 am, Wed, 26 April 23