Gold Price Today : સોનું અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસી લો લેટેસ્ટ રેટ

|

May 10, 2023 | 11:47 AM

Gold Price Today : આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા સાથે 2038 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદી પણ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

Gold Price Today : સોનું  અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસી લો લેટેસ્ટ રેટ

Follow us on

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં વધારાનો દોર  આજે થંભી ગયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. MCX પર સોનાની કિંમત 140 રૂપિયા ઘટીને 61280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. એ જ રીતે MCX પર ચાંદી પણ 100 રૂપિયા સસ્તી થઈ છે. તેની કિંમતો 77350ના ભાવે પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં નરમાઈનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાલી છે.ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સોનાની શુદ્ધતા તપાસવા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર(May 10, 10:19)
MCX GOLD :     61273.00 -146.00 (-0.24%)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 63438
Rajkot 63458
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 62640
Mumbai 62130
Delhi 62280
Kolkata 62130

કોમેક્સ પર સોનું અને ચાંદી નબળાં પડ્યા

આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા સાથે 2038 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદી પણ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે યુએસ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવશે. બજારનો અંદાજ છે કે છૂટક ફુગાવાનો દર માત્ર 5% જ રહી શકે છે.

આ પણ વાંચો : Share Market Today : પોઝિટિવ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 61572 ના નીચલા સ્તરે સરક્યો

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

નિષ્ણાંતનું અનુમાન

એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થવાની ધારણા છે. કોમોડિટી માર્કેટ એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના મતે સોનું અને ચાંદી ખરીદવી જોઈએ. MCX ગોલ્ડનો ટાર્ગેટ રૂ. 61700 છે. આ માટે 60750 રૂપિયાનો સ્ટોપ લોસ છે. ઉપરાંત, MCX સિલ્વરનો જુલાઈ કોન્ટ્રાક્ટ માટે રૂ. 77800નો લક્ષ્યાંક છે. આના પર 76000 રૂપિયાનો સ્ટોપ લોસ છે.

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:45 am, Wed, 10 May 23

Next Article