
Gold Price Today : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા સોના અને ચાંદીના ભાવમાં એક્શન જોવા મળી રહ્યું છે. સવારે બજાર ખુલ્યું ત્યારે MCX પર સોનું મામૂલી નબળાઈ સાથે 59750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું બીજી તરફ તેજી સાથે ઉપલા સ્તરે સોનુ 59800 સુધી ઉછળ્યું હતું. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી 150 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. તેની કિંમત 74085 રૂપિયા પ્રતિ કિલોના દરે બિઝનેસ કરી રહી છે. બીજી તરફ મુંબઈના જવેલર્સે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ જ્વેલર્સે એક વીંટી બનાવી છે જેમાં મોટી સંખ્યામાં હીરા જડવામાં આવ્યા છે. આ કારણે તેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાની કિંમત ઘટીને $1990 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. એ જ રીતે ચાંદી પણ 25.15 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. રોકાણકારો યુએસ સેન્ટ્રલ બેંક FEDના નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે યુએસ FEDની બેઠક 2 મેથી શરૂ થઈ છે. વ્યાજદર અંગેનો નિર્ણય 3 મેના રોજ આવશે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : સોનું નહીં ચાંદી તમારી ચમક વધારશે, 1 વર્ષમાં 1 લાખને પાર પહોંચવાનો અંદાજ, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
સ્થાનિક વાયદા બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વેચવાલી જોવા મળી શકે છે. કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાએ જણાવ્યું કે MCX પર સોનું 59400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ સુધી લપસી શકે છે. તેમણે કહ્યું કે રોકાણકારોને રૂ. 60,200નો સ્ટોપ લોસ છે. MCX પર ચાંદી પણ લપસી શકે છે. તેના માટે લક્ષ્ય રૂ. 74500 છે જ્યારે સ્ટોપ લોસ રૂ. 76800 છે.
મુંબઈના જવેલર્સે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ જ્વેલર્સે એક વીંટી બનાવી છે જેમાં મોટી સંખ્યામાં હીરા જડવામાં આવ્યા છે. આ કારણે તેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. આ વીંટી માર્ચમાં તૈયાર કરવામાં આવી હતી જેમાં 50 હજારથી વધુ હીરા વીટીની શોભા વધારી રહ્યાછે.આ સોનાની વીંટીનું વજન 460.55 ગ્રામ છે અને તેના હીરાનું વજન 130.19 કેરેટ છે. આ રીંગની કિંમત 6.42 કરોડ રૂપિયાથી વધુ છે.
New record: Most diamonds set in one ring – 50,907 achieved by H.K. Designs and Hari Krishna Exports Pvt. Ltd. (India)
Incredibly, the ring is made entirely out of recycled materials. Recycled gold was mixed with re-purposed diamonds to create this magnificent piece 💍 pic.twitter.com/xCiT9gEilH
— Guinness World Records (@GWR) April 28, 2023
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…