Gold price today : વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 (FY22) ના પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન દેશની જેમ્સ (Gems)અને જ્વેલરી(Jewellery)ની નિકાસ 6.5 ટકા વધીને 32.37 અબજ ડોલર થઈ છે. ઇન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ બુધવારે આ માહિતી આપી હતી. અગાઉના નાણાકીય વર્ષ (FY21)ના પ્રથમ 10 મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ(Exports) 30.40 અબજ ડોલર રહી હતી.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં ટોચના 10 નિકાસ કરનારા દેશોમાં સંયુક્ત આરબ અમીરાત (41.50 ટકા), બેલ્જિયમ (15.81 ટકા), જાપાન (12.20 ટકા) અને હોંગકોંગ (3.06 ટકા), જીજેઇપીસીનો સમાવેશ થાય છે.
ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે UAE સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ના અમલીકરણથી સોના અને સોનાની જડિત જ્વેલરીની નિકાસને આગળ વધારવામાં મદદ મળશે. GJEPCએ સરકારને ભારતમાંથી UAEમાં સોના, ચાંદી અને પ્લેટિનમ જ્વેલરીની નિકાસ પર 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી (Import Duty) સમાપ્ત કરવાનો મુદ્દો ઉઠાવવા જણાવ્યું છે.
GJEPCએ જણાવ્યું હતું કે “ભારતીય જેમ્સ અને જ્વેલરી નિકાસ ક્ષેત્રે અત્યાર સુધીમાં રૂપિયા 2.4 લાખ કરોડની નિકાસ સાથે કોરોના વાયરસ રોગચાળા પછી ઝડપી રિકવરી દર્શાવી છે. એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022 દરમિયાન તેમાં 12.28 ટકાનો વધારો થયો છે. એપ્રિલ, 2020 થી જાન્યુઆરી, 2021 દરમિયાન 2.14 લાખ કરોડ નિકાસ કરવામાં આવી હતી ”
ઉપરાંત એપ્રિલ-જાન્યુઆરી 2022 દરમિયાન સોનાના ઝવેરાતની નિકાસ 24.24 ટકા ઘટીને 7.68 અબજ ડોલર થઈ હતી અને સામાન્ય સોનાની જ્વેલરીની નિકાસ પણ લગભગ 56 ટકા ઘટીને 3.2 અબજ ડોલર થઈ હતી.
MCX GOLD : 49853.00 +235.00 (0.47%) – 09:38 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 51570 |
Rajkot | 51590 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 50850 |
Mumbai | 50400 |
Delhi | 50630 |
Kolkata | 50400 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 45720 |
USA | 44834 |
Australia | 44859 |
China | 44812 |
(Source : goldpriceindia) |
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ પણ વાંચો : Opening Bell : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ, SENSEX 58217 ઉપર ખુલ્યો
આ પણ વાંચો : 7th Pay Commission : માર્ચમાં તમામ કર્મચારીઓને પગાર વધારો મળે તેવા સંકેત! DA Arrears પર પણ મળવાની સંભાવના
Published On - 9:45 am, Thu, 17 February 22