છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ(Gold Price Today)માં સતત વધઘટ જોવા મળી રહી છે. મંગળવારે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને તેના પગલે સોનાનો ભાવ 50,000ને પાર કરી ગયો હતો. બીજી તરફ આજે એક જ દિવસમાં સોનાનો ભાવ સીધો રૂ. 850 ઘટ્યો છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો અવસર માની શકાય તેમ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનું 0.07 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ ડિલિવરી માટે સોનું આજે ઘટીને રૂ. 49,323 પ્રતિ 10 ગ્રામ સુધી થયું હતું. આજના કારોબારમાં ચાંદી 0.15 ટકાના ઘટાડા સાથે 62,892 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.
MCX GOLD : 49364.00 -21.00 (-0.04%) – 09:53 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 51038 |
Rajkot | 51058 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 51240 |
Mumbai | 50630 |
Delhi | 50630 |
Kolkata | 50630 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 45775 |
USA | 44919 |
Australia | 44913 |
China | 44915 |
(Source : goldpriceindia) |
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Macleods Pharmaceuticals 5000 કરોડ રૂપિયાનો IPO લાવશે, 170 દેશોમાં કારોબાર ચલાવતી કંપનીની યોજનાઓ વિશે જાણો વિગતવાર
આ પણ વાંચો : Opening Bell: શેરબજારમાં પ્રારંભિક તેજી બાદ ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58310 ઉપર ખુલ્યો