GOLD : તમે ઊંચી કિંમતે ખરીદેલું સોનુ શુદ્ધ છે કે નહિ કેવી રીતે ખાતરી કરશો? જાણો આ રીત દ્વારા

|

Mar 18, 2022 | 9:05 AM

દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 51,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 51,251 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

GOLD : તમે ઊંચી કિંમતે ખરીદેલું સોનુ શુદ્ધ છે કે નહિ કેવી રીતે ખાતરી કરશો? જાણો આ રીત દ્વારા
સોનાની શુદ્ધતાના આધારે કિંમત નક્કી થાય છે

Follow us on

ભારતીય બુલિયન માર્કેટ(bullion market)માં અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીએ ગુરુવારે સોના(Gold Price) અને ચાંદીના ભાવ(Silver Price)માં વધારો થયો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાના ભાવમાં 249 રૂપિયાનો વધારો થયો છે. દરમિયાન આજે ચાંદીના ભાવમાં રૂ.365નો ઉછાળો નોંધાયો હતો. આ માહિતી HDFC સિક્યોરિટીઝ દ્વારા આપવામાં આવી છે. દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 51,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 51,251 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ મોબાઈલથી તમે ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશો. સામાન લાયસન્સ છે કે નહીં, કયું ઉત્પાદન અસલી છે કે નકલી તેની માહિતી આ એપથી મેળવી શકાશે. સરકારે તાજેતરમાં જ જ્વેલરીનું હોલમાર્કિંગ શરૂ કર્યું છે. આ એપ દ્વારા તમે હોલમાર્ક જ્વેલરી વિશે માહિતી મેળવી શકશો. આ મોબાઈલ એપનું નામ BIS CARE App છે.

તમે આ એપનો ઉપયોગ કરીને કોઈપણ આઈટમ પર લખેલ લાઇસન્સ નંબર અથવા તેના પર ISI સિમ્બોલ પ્રિન્ટ કરેલી હોય તેની અધિકૃતતા જાણી શકો છો. માર્કેટમાં એવી ઘણી વસ્તુઓ છે કે જેના પર ISI ચિહ્નિત છે પરંતુ તે વસ્તુ નકલી છે. આ સમસ્યાને દૂર કરવા માટે BIS CARE App પાસે ‘લાઇસન્સની વિગતોની ચકાસણી’ કરવાનો વિકલ્પ છે. આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે ISI નિશાન સાથે ઉત્પાદનની અધિકૃતતા જાણી શકશો. આ નિશાન ઉત્પાદનની અધિકૃતતા દર્શાવે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

હોલમાર્કિંગ વિશે માહિતી મળશે

સરકારે જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. જ્વેલરીનું હોલમાર્કિંગ હવે આવશ્યક છે જેથી ગ્રાહકો શુદ્ધ દાગીના ખરીદતી વખતે ઉત્પાદન વિશે વિશ્વાસ રાખે. BIS કેર એપમાં આ માટે એક ખાસ ફીચર છે. તમે ‘Verify HUID Number’ વિકલ્પ પર ક્લિક કરીને HUID એટલે કે હોલમાર્કિંગ આઈડી સાથે હોલમાર્કેડ જ્વેલરીની અધિકૃતતા ચકાસી શકો છો. આ એપની મદદથી તમે કોઈ કંપની કે તેની પ્રોડક્ટનું લાયસન્સ વેરીફાઈ કરી શકો છો. જો કોઈ જ્વેલરી શોપ સંચાલક BIS નું લાઇસન્સ હોવાનો દાવો કરે છે તો તમે આ એપ પરથી માહિતી મેળવી શકો છો કે તે દુકાન ખરેખર લાઇસન્સ ધરાવે છે કે નહીં.

લાઇસન્સ ચેક કરો

સરકારે કેટલાક ઉત્પાદનોને આવશ્યક પ્રમાણપત્રો તરીકે વર્ગીકૃત કર્યા છે. એટલે કે લાઇસન્સ વિના આવી પ્રોડક્ટ્સ વેચી શકાતી નથી. તમે BIS કેર એપ પરથી આવા ઉત્પાદનોની માહિતી મેળવી શકો છો. જો તમને કોઈ પ્રોડક્ટ અથવા તેની સાથે સંકળાયેલી કંપની વિશે ફરિયાદ હોય તો આ એપમાં ‘ફરિયાદ’ કરવાનો વિકલ્પ છે. તે વિકલ્પ પર ક્લિક કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. તમે ‘Know Your Standards’ ની મુલાકાત લઈને કોઈપણ ઉત્પાદનના પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ વિશે માહિતી મેળવી શકો છો.

 

 

આ પણ વાંચો : આજે તમને આશ્ચર્ય લાગશે પણ એક સૈકા પહેલા વૈભવી લોકો માટે અમેરિકાથી ભારતમાં બરફની આયાત થતી હતી, જાણો બરફના વેપારની રસપ્રદ માહિતી

આ પણ વાંચો :  Hurun global rich list 2022: વિશ્વના ટોચના 10 અબજોપતિઓની યાદીમાં એકમાત્ર ભારતીય મુકેશ અંબાણી સ્થાન પામ્યા, અદાણી 12 માં સ્થાને

Next Article