વર્ષ 2020 માં સોનાએ રોકાણકારો(Investment in Gold)ને જબરદસ્ત વળતર આપ્યું હતું.આ વર્ષ દરમ્યાન સોનુ તેની સર્વોચ્ચ સપાટી(Gold All Time High)એ પણ પહોંચ્યું હતું જોકે કોરોના(Corona)નું જોખમ ઓછું થતા સોનુ નરમ પડ્યું પણ વર્ષ 2021 માં પણ સરેરાશ વળતર તો મળ્યુંજ હતું. આજથી શરૂ થતા નવા વર્ષમાં સોનાની કિંમતો પ્રતિ દસ ગ્રામ 55 હજાર રૂપિયા કે પાર જાવા મળી શકે છે. જો ઓમિક્રૉન કેસ સતત ચાલુ રહે તો સોનુ વધુ ઉપર જાય તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે.
શુક્રવારે સોનાનો ભાવ 47,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. જો કે ગુરુવારે તે 48 હજારથી વધુ હતો. તે જ સમયે ચાંદીમાં આજે ઘટાડા સાથે કારોબાર થયો હતો. ચાંદી રૂ. 62,160 પ્રતિ કિલો હતી. તેમાં રૂ. 40નો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 1, 1,817 ડોલર પ્રતિ ઔંસના સ્તરથી સહેજ વધુ હતા.
ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. ત્યારથી તે 14% થી વધુ ઘટ્યું છે. જાન્યુઆરી 2021ની સરખામણીએ તેમાં 4%નો ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ભારતમાં સોનાની કિંમત હજુ પણ આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં 3% નીચી છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે પ્રતિબંધો લાગુ થવા લાગ્યા છે. મોટાભાગના રાજ્યોએ રાત્રિના સમયે નિયંત્રણો લાદ્યા છે. નવા વર્ષની ઉજવણી જાણે ફિક્કી પડી રહી છે. યુરોપિયન દેશોમાં સમાન પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે જ્યારે યુએસમાં, માસ્ક સાથે મુસાફરી અને અન્ય નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે 2020માં કોરોનાની ગંભીર અસર જોવા મળી હતી. આ સમયે સોનાના ભાવમાં વધારો થયો હતો. અમેરિકા સહિત ઘણા દેશોમાં મોંઘવારી તેના સર્વોચ્ચ સ્તરે છે. તેનાથી સોનાની કિંમત પણ વધી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે 2022ના પહેલા છ મહિનામાં સોનાની કિંમત 1700 થી 1900 ડોલર પ્રતિ ઔંસની વચ્ચે રહી શકે છે. તે બીજા તબક્કામાં 2 હજાર ડોલરને પાર કરી શકે છે. મતલબ કે ભારતમાં તે 45 થી 50 હજાર રૂપિયા અને પછી 55 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરને પાર કરી શકે છે.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલ કહે છે કે યુએસમાં મોંઘવારી અને વાસ્તવિક બોન્ડ પરનું વ્યાજ હજુ પણ ચિંતાજનક છે. ટૂંકા ગાળામાં સોનાના ભાવ 1,833 ડોલરથી 1,870 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં હોઈ શકે છે. લાંબા ગાળે તે 1,1,970ને પાર કરી શકે છે.
આ પણ વાંચો : નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, કોવિડને કારણે નિર્ણય
આ પણ વાંચો : સરકારે SBIને ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની આપી મંજૂરી, વાંચો તેમના વિશે ખાસ વાતો