Gold And Silver Price Today : સોના ચાંદીના ચળકાટમાં ઘટાડો થયો, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold And Silver Price Today : સોનું-ચાંદી એ સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી છે. જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ફ્યુચર્સ માર્કેટ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવ(Gold And Silver Price Today) લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે

Gold And Silver Price Today : સોના  ચાંદીના ચળકાટમાં ઘટાડો થયો, જાણો આજના લેટેસ્ટ રેટ
| Edited By: | Updated on: Jun 01, 2023 | 1:11 PM

Gold And Silver Price Today : સોનું-ચાંદી એ સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી છે. જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ફ્યુચર્સ માર્કેટ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવ(Gold And Silver Price Today) લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે  એટલે કે ઘટાડો થયો છે. સોનાની વાત કરીએ તો આજે તે 60,057 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું  છે. આ પછી, સવારે 11.30 સુધીમાં, તે ઘટીને 59,879 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. ગઈકાલની તુલનામાં તે હાલમાં રૂ. 284 એટલે કે 0.47 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. ગઈ કાલે સોનું 60,163 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે

ગુરુવારે એટલે કે 1 જૂન, 2023ના રોજ પણ ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. આજે સવારે ચાંદી રૂ.71,857 પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. સવારે 11.30 વાગ્યે, 283 રૂપિયા અથવા 0.39 ટકાના ઘટાડા પછી, ચાંદીની કિંમત ઘટીને 71,819 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. ગઈકાલની વાત કરીએ તો તે પ્રતિ કિલોગ્રામ રૂ.72,102 પર બંધ થયો હતો.

ચાર મહાનગરોમાં સોના-ચાંદીના ભાવ

  • દિલ્હી – 24 કેરેટ સોનું રૂ. 61,310, ચાંદી રૂ. 72,800 પ્રતિ કિલો
  • મુંબઈ – 24 કેરેટ સોનું રૂ. 60,760, ચાંદી રૂ. 72,800 પ્રતિ કિલો
  • કોલકાતા – 24 કેરેટ સોનું રૂ. 60,930, ચાંદી રૂ. 72,800 પ્રતિ કિલો
  • ચેન્નાઈ – 24 કેરેટ સોનું રૂ. 61,310, ચાંદી રૂ. 77,600 પ્રતિ કિલો
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર(1 June  2023 , 11:08 AM )
MCX GOLD :    59879.00 -284.00 (-0.47%)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 61920
Rajkot 62190
(Source : aaravbullion)

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો : Rs 2000 Note Deposit Rules : શું તમે 2,000 રૂપિયાની નોટ ક્યાં જમા કરાવવી તેની મૂંઝવણમાં છો? આ બેંકોમાં પહોંચી જાઓ જે દસ્તાવેજ અને સર્વિસ ચાર્જ માંગશે નહીં

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:39 pm, Thu, 1 June 23