Gold Hallmarking હેઠળ દેશમાં 1.26 લાખ જવેલર્સ થયા રજીસ્ટર્ડ, 256 જિલ્લામાં હોલમાર્કિંગનો સંપૂર્ણ અમલ લાગુ કરાયો

|

Dec 28, 2021 | 6:30 AM

HUD એ એક નંબર છે જે તમારા આધાર અથવા PAN જેવો હોઈ શકે છે. HUD હેઠળ દરેક દાગીનાને એક યુનિક ID નંબર આપવામાં આવશે.

Gold Hallmarking હેઠળ દેશમાં 1.26 લાખ જવેલર્સ થયા રજીસ્ટર્ડ, 256 જિલ્લામાં હોલમાર્કિંગનો સંપૂર્ણ અમલ લાગુ કરાયો
Gold Hallmarking

Follow us on

Gold Hallmarking New Rules: સરકારે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી આપવા માટે સરકારે આ હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. હોલમાર્કિંગ જ્વેલરીની શુદ્ધતાની ખાતરી આપે છે. સરકારે ગયા વર્ષે જૂનથી હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું હતું જે તબક્કાવાર લાગુ કરવામાં આવી રહ્યું છે.

સરકારે પ્રથમ તબક્કા માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 256 જિલ્લાઓની ઓળખ કરી છે જ્યાં ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ ફરજિયાતપણે લાગુ કરવામાં આવ્યો હતો. દેશમાં લગભગ 1,26,373 જવેલર્સે 30 નવેમ્બર સુધી હોલમાર્કિંગ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

256 જિલ્લામાં હોલમાર્કિંગનો સંપૂર્ણ અમલ
ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 256 જિલ્લાઓમાં સોનાના આભૂષણોનું ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે અને તેને તમામ જિલ્લાઓમાં વિસ્તારવાની તૈયારીઓ ચાલી રહી છે. હોલમાર્કિંગ એ ગુણવત્તા પ્રમાણપત્ર છે જે દેશના 256 જિલ્લાઓમાં 23 જૂન 2021 થી સોનાના દાગીના માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ 256 જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક હોલમાર્કિંગ કેન્દ્ર છે. હોલમાર્કિંગ સેન્ટર એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર અથવા AHC તરીકે ઓળખાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હોલમાર્કિંગ માટે 1.27 લાખ જવેલર્સ BISમાં રજીસ્ટર્ડ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 1.27 લાખ જ્વેલર્સે હોલમાર્કવાળી જ્વેલરી વેચવા માટે BISમાં નોંધણી કરાવી છે અને દેશમાં 976 BIS માન્યતા પ્રાપ્ત AHC કાર્યરત છે. દેશમાં ઓટોમેશન સોફ્ટવેરની રજૂઆત પછી પાંચ મહિનામાં લગભગ 4.5 કરોડ જ્વેલરી હોલમાર્ક કરવામાં આવી છે.

HUID ની શરૂઆત
મંત્રાલયે જણાવ્યું હતું કે ગોલ્ડ જ્વેલરી ઉદ્યોગની કામગીરીમાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોને હોલમાર્કની વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે હોલમાર્કિંગ યુનિક ID (HUD) આધારિત સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. હિતધારકો સાથે સતત અને વિગતવાર વાર્તાલાપ દ્વારા BIS એ તેમની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

દરેક દાગીનાનો એક અનન્ય નંબર હશે
HUD એ એક નંબર છે જે તમારા આધાર અથવા PAN જેવો હોઈ શકે છે. HUD હેઠળ દરેક દાગીનાને એક યુનિક ID નંબર આપવામાં આવશે. આ આઈડી જણાવશે કે દાગીના ક્યાંથી વેચાયા અને વેચ્યા પછી કયા હાથમાં ગયા છે. કયા સુવર્ણકરે આ દાગીના વેચ્યા, કયા ખરીદદારે ખરીદ્યા, તે દાગીના કોઈ લોકરમાં રાખવામાં આવ્યા હતા, શું તેને પીગળીને ફરી ઘરેણાં બનાવવામાં આવ્યા હતા અને આગળ વેચાયા હતા. આ તમામ માહિતી તે HUID માં રેકોર્ડ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો :  ઈન્કમટેક્સના દરોડામાં મળેલા કરોડો રૂપિયાનું હવે શું થશે? અહીં વાંચો સંપૂર્ણ વિગતો

Next Article