Gold Silver Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનુ રૂપિયા 63828માં વેચાઈ રહ્યું છે, આ રીતે જાણો તમારા શહેરનો ભાવ

Gold Silver Price Today : આજે શુક્રવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ચાંદી નરમ પડી છે. સોનુ 62 હજાર કરતા ઉપર ટ્રેડ થઈ રહ્યું છે તો એક કિલો ચાંદી 70100 આસપાસ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. 

Gold Silver Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનુ રૂપિયા 63828માં વેચાઈ રહ્યું છે, આ રીતે જાણો તમારા શહેરનો ભાવ
| Edited By: | Updated on: Feb 23, 2024 | 12:29 PM

Gold Silver Price Today : આજે શુક્રવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ચાંદી નરમ પડી છે. સોનુ 62 હજાર કરતા ઉપર ટ્રેડ થઈ રહ્યું છે તો એક કિલો ચાંદી 70100 આસપાસ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બપોરે 12 વાગ્યાના અરસામાં એપ્રિલ 2024 શ્રેણીમાં ડિલિવરી માટે સોનું રૂપિયા 17.00 અથવા 0.03 ટકાના વધારા સાથે રૂપિયા 61994.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં એપ્રિલ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 61977.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

તેવી જ રીતે જૂન 2024ના ભાવિમાં ડિલિવરી માટે સોનું રૂપિયા  36 એટલે કે 0.06 ટકાના ફેરફાર સાથે રૂ. 62351.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. પાછલા સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ ગોલ્ડનો રેટ 61977.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતો.

વાયદા બજારમાં ચાંદીના ભાવ

MCX પર માર્ચ 2024માં ડિલિવરી માટે ચાંદી રૂપિયા 399.00 અથવા 0.57 ટકાના ઘટાડા સાથે રૂપિયા 69870.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. અગાઉના સત્રમાં માર્ચ કોન્ટ્રાક્ટ ચાંદીની કિંમત 70269.00 રૂપિયા પ્રતિ કિલો હતી.

એ જ રીતે મે 2024 શ્રેણીમાં ડિલિવરી માટે ચાંદી રૂપિયા 410 એટલે કે 0.57 ટકાના ઘટાડા સાથે રૂ. 71553.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. પાછલા સત્રમાં મે કોન્ટ્રાક્ટ સાથે ચાંદીની કિંમત 71963.00 રૂપિયા પ્રતિ કિલો હતી.

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ

કોમેક્સ પર ફેબ્રુઆરી 2024માં ડિલિવરી માટેનું સોનું 0.21 ટકાના વધારા સાથે 2,035.00 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે કોમેક્સ પર ચાંદી 0.07 ટકાના વધારા સાથે 22.800 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  61994.00 +17.00 (0.03%))  – સવારે  11: 31 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 63828
Rajkot 63845
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 63220
Mumbai 62730
Delhi 62880
Kolkata 62730
(Source : goodreturns)

મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત જાણો

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ibja દ્વારા રેટ જાહેર કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય તમે સતત અપડેટ્સ માટે www.ibja.co અથવા ibjarates.com જોઈ શકો છો.

Follow Us