
લોક જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ સોના અને ચાંદીના ભાવ અંગે એક મહત્વપૂર્ણ તેમજ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, સોનું $27,000 ને પાર કરી શકે છે. તેમનું માનવું છે કે, ધાતુમાં કડાકો નજીક છે પરંતુ તેઓ ખરીદી રહ્યા છે, વેચી રહ્યા નથી. તેમણે કહ્યું કે, COMEX પર સોનું $27,000 ને વટાવી શકે છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, જો આપણે ગોલ્ડને વર્તમાન રૂપિયા પ્રમાણે કન્વર્ટ કરીએ, તો 10 ગ્રામ સોનાની કિંમત 8.5 લાખ રૂપિયા/10 ગ્રામ થઈ શકે છે. રોબર્ટ કિયોસાકી લાંબાગાળે નોંધપાત્ર તેજી જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, રોબર્ટ કિયોસાકીએ ચાંદી અંગે પણ એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેમનું માનવું છે કે, ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળશે. વર્ષ 2026 સુધીમાં ચાંદી ડોલરને પાર કરી શકે છે.
CRASH COMING: Why I am buying not selling.
My target price for Gold is $27k. I got this price from friend Jim Rickards….and I own two goldmines.
I began buying gold in 1971….the year Nixon took gold from the US Dollar.
Nixon violated Greshams Law, which states “When fake…
— Robert Kiyosaki (@theRealKiyosaki) November 9, 2025
જો સ્થાનિક બજારમાં ચાંદીને રૂપિયાના સંદર્ભમાં કન્વર્ટ કરવામાં આવે તો, ચાંદી પ્રતિ કિલો 3 લાખ રૂપિયાને પાર કરી શકે છે. તેમણે દલીલ કરી હતી કે, તેમની પાસે 2 Gold Mines છે અને તેઓ વર્ષ 1971 થી સોનામાં રોકાણ કરી રહ્યા છે.
તેમણે બિટકોઇન વિશે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું છે કે, બિટકોઇન વર્ષ 2026 માં $2,50,000 થી વધુ સુધી પહોંચી શકે છે. તેમનું માનવું છે કે, વર્ષ 2026 માં ઇથેરિયમ $60,000 થી વધુ થઈ શકે છે.
MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you.
Take care
— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025
રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે, લોકો સતત યુએસ ફેડરલ રિઝર્વ અને ટ્રેઝરી નિયમોનો ભંગ કરે છે, તેમના બિલ ચૂકવવા માટે નકલી રૂપિયા છાપે છે. આજે યુએસ વિશ્વનો સૌથી મોટો દેવાદાર દેશ છે. તેનું દેવાનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનાથી બચવા માટે તેઓ સતત રૂપિયા છાપે છે. આ જ કારણ છે કે, સોનું અને ચાંદી બંને અમૂલ્ય ચીજવસ્તુ છે, જેનો ફાયદો તેમને લાંબાગાળે મળવાનો છે.
12 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનું ₹767 ઘટીને ₹1,23,362 પ્રતિ 10 ગ્રામ થયું હતું. બીજીબાજુ ચાંદી ₹286 વધીને ₹1,55,046 પ્રતિ કિલોગ્રામ થઈ હતી.
સરળ રીતે જોઈએ તો, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,362 પ્રતિ 10 ગ્રામ થયો હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,13,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વધુમાં 18 કેરેટ સોનાનો ભાવ ₹92,522 પ્રતિ 10 ગ્રામ થયો હતો અને 14 કેરેટ સોનાનો ભાવ ₹72,167 પ્રતિ 10 ગ્રામ થયો હતો.