Gold Price Today : 9000 રૂપિયા સુધી સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો સોનાના દેશ – વિદેશના આજના દામ

|

Jun 18, 2021 | 12:49 PM

24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 60 ઘટીને રૂ 48,350 થયો છે જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 48,410 રૂપિયા હતો. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48700 આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : 9000 રૂપિયા સુધી સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો સોનાના દેશ - વિદેશના આજના દામ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોનાના ભાવ (Gold Price Today )માં આજે પણ ઘટાડો થયો છે. નિષ્ણાનાતો અનુસાર હાલનો સમય સોનામાં રોકાણ માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. આજે ગુડ રીટર્ન વેબસાઇટ અનુસાર 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,410 રૂપિયાથી ઘટીને 47,350 થયો છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 60 ઘટીને રૂ 48,350 થયો છે જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 48,410 રૂપિયા હતો. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48700 આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

સોનું રેકોર્ડ લેવલથી 9,000 રૂપિયા સસ્તું
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સારી તક છે. સોનાનો દર સર્વોચ્ચ સપાટીથી 9,000 રૂપિયા સસ્તો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.56000 ને પાર ગયો હતો. સોનાના દર આ વર્ષના અંત સુધીમાં મોટો ઉછાળો દર્જ કરે તેવા પણ અનુમાન છે.

ડિસેમ્બરમાં 53500 રૂપિયા સુધી જઈ શકે છે
બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47089.00   +131.00 (0.28%)  – બપોરે 12.40 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     48698
RAJKOT 999               49715
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48600
MUMBAI                  48340
DELHI                      50890
KOLKATA                49880
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           49270
HYDRABAD        49270
PUNE                     48340
JAYPUR                50890
PATNA                  48340
NAGPUR              48340
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                43574
AMERICA          42554
AUSTRALIA      42403
CHINA               42545
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Next Article