તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે સોના ચાંદીના ભાવમાં પણ વેગ આવવા લાગ્યો છે. જો તમે સોનુ ખરીદી કરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે હજુ પણ સારી તક છે. કારણ કે સોનું હજુ પણ રેકોર્ડ સ્તર કરતાં 8600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું 0.3 ટકા વધ્યું છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં 0.49 ટકાનો વેપાર થયો છે.
સોનાના ભાવ રૂપિયા 56,200 ની સપાટીએ પહોંચ્યા હતા
ઓગસ્ટ 2020 ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી હતી. આજે MCX પર સોનું ડિસેમ્બર વાયદો રૂ 47,568 પ્રતિ 10 ગ્રામ પર છે જે હજુ પણ લગભગ 8632 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
સોનાના ભાવ ઝડપથી વધી શકે છે
નિષ્ણાતોના મતે દિવાળીથી ડિસેમ્બર સુધી સોનાના ભાવ 57,000 રૂપિયા સુધી જઈ શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે તેમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. મોટાભાગના વેપારીઓ માને છે કે ચાંદીના ભાવ દિવાળી સુધીમાં અથવા વર્ષના અંત સુધીમાં 76,000 થી 82,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 47533.00 +129.00 (0.27%) – 11:00 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 49087
RAJKOT 999 49106
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 48920
MUMBAI 47460
DELHI 50950
KOLKATA 49650
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 48600
HYDRABAD 48600
PUNE 49010
JAYPUR 48640
PATNA 49010
NAGPUR 47460
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 43920
AMERICA 43011
AUSTRALIA 43013
CHINA 42998
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ પણ વાંચો : Share Market : શેરબજાર પ્રારંભિક કારોબારમાં રિકવરીના મૂડમાં, Sensex 61400 ને પાર પહોંચ્યો
આ પણ વાંચો : Sovereign Gold Bond: દિવાળી પહેલા સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તું સોનું