Gold Price Today : વર્ષ 2022 સુધીમાં સોનું 57000 સુધી પહોંચી શકે છે! જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

Gold Price Today : વર્ષ 2022 સુધીમાં સોનું  57000 સુધી પહોંચી શકે છે! જાણો શું કહી  રહ્યા છે એક્સપર્ટ્સ
Today gold December futures on MCX are at Rs 47,568 per 10 grams
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 11:39 AM

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે સોના ચાંદીના ભાવમાં પણ વેગ આવવા લાગ્યો છે. જો તમે સોનુ ખરીદી કરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે હજુ પણ સારી તક છે. કારણ કે સોનું હજુ પણ રેકોર્ડ સ્તર કરતાં 8600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું 0.3 ટકા વધ્યું છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં 0.49 ટકાનો વેપાર થયો છે.

સોનાના ભાવ રૂપિયા 56,200 ની સપાટીએ પહોંચ્યા હતા ઓગસ્ટ 2020 ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી હતી. આજે MCX પર સોનું ડિસેમ્બર વાયદો રૂ 47,568 પ્રતિ 10 ગ્રામ પર છે જે હજુ પણ લગભગ 8632 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

સોનાના ભાવ ઝડપથી વધી શકે છે નિષ્ણાતોના મતે દિવાળીથી ડિસેમ્બર સુધી સોનાના ભાવ 57,000 રૂપિયા સુધી જઈ શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે તેમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. મોટાભાગના વેપારીઓ માને છે કે ચાંદીના ભાવ દિવાળી સુધીમાં અથવા વર્ષના અંત સુધીમાં 76,000 થી 82,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47533.00  +129.00 (0.27%) –  11:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49087 RAJKOT 999                   49106 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48920 MUMBAI                  47460 DELHI                      50950 KOLKATA                49650 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48600 HYDRABAD          48600 PUNE                      49010 JAYPUR                 48640 PATNA                  49010 NAGPUR               47460 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               43920 AMERICA        43011 AUSTRALIA     43013 CHINA               42998 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : Share Market : શેરબજાર પ્રારંભિક કારોબારમાં રિકવરીના મૂડમાં, Sensex 61400 ને પાર પહોંચ્યો

આ પણ વાંચો : Sovereign Gold Bond: દિવાળી પહેલા સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તું સોનું

g clip-path="url(#clip0_868_265)">