Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એક નજર આજના દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર

|

Aug 16, 2021 | 5:50 PM

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પર પણ થોડું દબાણ છે. સોનું હાલમાં -0.11% ઘટીને 1, 1,776.20 ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી -0.77% ઘટીને 23.59 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

સમાચાર સાંભળો
Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એક નજર આજના દેશ - વિદેશના સોનાના ભાવ ઉપર
Symbolic Image

Follow us on

Gold Price Today :સપ્તાહના પહેલા દિવસે શેરબજાર તેમજ કોમોડિટી બજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. ઓક્ટોબર ડિલિવરી માટે સોનું 47,022.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ઉપલા સ્તરે ટ્રેડ થયુ હતું. ડિસેમ્બર ડિલિવરી માટે આ સ્તરે સોનું 47,217.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર નજરે પડ્યું હતું. MCX પર ચાંદીના ભાવ પર દબાણ છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 216 ઘટીને રૂ .63,022 પ્રતિ કિલોગ્રામ પર અને ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 179 ઘટીને રૂ. 63786 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પર પણ થોડું દબાણ છે. સોનું હાલમાં -0.11% ઘટીને 1, 1,776.20 ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી -0.77% ઘટીને 23.59 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. એક ઔંસમાં 28.35 ગ્રામ હોય છે. સાપ્તાહિક ધોરણે ચાંદી ગયા સપ્તાહે -0.76% ઘટી હતી તો બીજી તરફ સોનામાં પણ -0.12%નો ઘટાડો થયો છે.

ક્રૂડ અને ડોલર
સપ્તાહના પ્રથમ દિવસે ડોલરમાં થોડો વધારો જોવા મળ્યો છે. આ સમયે ડોલર ઇન્ડેક્સ + 0.07% વધીને 92.573 પર હતો. આ ઇન્ડેક્સ વિશ્વની અન્ય છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. બોન્ડની હાલમાં ઘટી રહી છે તે હાલમાં -3.11% ઘટીને 1.257 ટકા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 70 ડોલરની નીચે પહોંચી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD      47078.00   -16.00 (-0.03%)  –  12:00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         48411
RAJKOT 999                   48426
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48530
MUMBAI                  47170
DELHI                      50370
KOLKATA                49070
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48010
HYDRABAD          48010
PUNE                      48300
JAYPUR                 48320
PATNA                    48300
NAGPUR                47170
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43222
AMERICA          42337
AUSTRALIA     42325
CHINA               42349
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :   Petrol-Diesel Price Today : એક મહિનાથી સ્થિર પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે? કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

 

આ પણ વાંચો :  Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર

Published On - 12:19 pm, Mon, 16 August 21

Next Article