અગાઉના સત્રમાં મજબૂત ઉછાળા બાદ આજે ભારતમાં સોનાના ભાવ(Gold Price Today)માં ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદો સોનું 0.18 ટકા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું હતું. છેલ્લા સત્રમાં તેજીને કારણે સોનાનો ભાવ એક મહિનાની ઉપલી સપાટીએ પહોંચી ગયો હતો. તે જ સમયે ડિસેમ્બર વાયદા ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 0.34 ટકાનો વધારો નોંધાયો છે.
અગાઉના સત્રમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ 1900 વધી હતી. યુએસ જોબ ડેટામાં નિરાશાજનક આંકડા પછી વૈશ્વિક દરમાં વધારો થયો છે. યુએસ જોબ્સના ડેટા જાહેર થયા પછી, વિશ્લેષકો કહે છે કે ફેડરલ રિઝર્વ ઉત્તેજનાના પગલાંને સરળ બનાવવા માટે ડેડલાઈનને પાછળ ધકેલી શકે છે. આ સિવાય નબળા અમેરિકી ડોલરથી પણ સોનાને ટેકો મળ્યો છે.
શું સોનું સસ્તું થશે?
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર વિશ્વની સૌથી મોટી ETF SPDR હોલ્ડિંગ્સ (SPDR) એ ખુલ્લા બજારમાં સોનું વેચ્યું છે. જે આ મહિનાનું સૌથી મોટું એક દિવસનું વેચાણ છે. SPDR ની કુલ સોનાની હોલ્ડિંગ 998.52 ટન સોના પર આવી ગઈ છે. સમાચાર એજન્સીનું કહેવું છે કે આ હોલ્ડિંગ બે વર્ષમાં સૌથી ઓછું છે. તેથી જ નિષ્ણાતો આગામી કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે.
બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ સોનાની કિંમત ટૂંકા ગાળામાં 42 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી ઘટી શકે છે. તાજેતરના બ્રોકરેજ હાઉસના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં રસીકરણ તેજ બન્યું છે. આવી સ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી છે. એટલે જ રોકાણકારોનું વલણ સોનાથી શેરબજાર તરફ વધ્યું છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 47492.00 -32.00 (-0.07%)– 12:23 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 49043
RAJKOT 999 49060
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 48660
MUMBAI 47420
DELHI 50920
KOLKATA 49720
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 48560
HYDRABAD 48560
PUNE 49070
JAYPUR 48920
PATNA 49070
NAGPUR 49070
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 43896
AMERICA 42956
AUSTRALIA 42954
CHINA 42922
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ પણ વાંચો : RILના શેરમાં જબરદસ્ત ઉછાળો, સ્ટોક 2400 ને પાર પહોંચ્યો , Mukesh Ambani ની નેટવર્થ 100 અરબ ડૉલરની નજીક પહોંચી