
રોકાણકારોને વર્ષ 2023 માં સોનાએ 15 ટકા રિટર્ન આપ્યું છે. આગામી વર્ષ 2024માં પણ સોના દ્વારા સારા વળતરની અપેક્ષા છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે તેના અત્યાર સુધીના સૌથી આક્રમક વ્યાજ દર વધારાના કાર્યક્રમના અંતનો સંકેત આપ્યો છે. મોંઘવારીમાં ઘટાડાના સંકેત સાથે, મધ્યસ્થ બેંક 2024માં 3 વખત વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. બજારો માર્ચ 2024 થી સંભવિત દર ઘટાડા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ ફેરફાર ડોલર ઈન્ડેક્સ પર નીચેનું દબાણ લાવી શકે છે. તેના કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં વધારે ઘટાડો થશે. જેના કારણે સોનાના ભાવ વધવા માટે માહોલ બની રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે, IMF મૂજબ મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં સતત વધારાને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2022 થી ધીમી થવાની સંભાવના છે.
આ સ્થિતિ સોનાના ભાવને પ્રોત્સાહન આપે છે. મધ્ય પૂર્વના તણાવમાં કોઈ વધારો થવાના કિસ્સામાં, સોનું સુરક્ષિત રોકાણ તરીકે મજબૂત બનશે. સેન્ટ્રલ બેંક છેલ્લા 13 વર્ષથી સતત સોનાની ખરીદી કરી રહી છે, જેના કારણે તાજેતરના સમયમાં જંગી રિઝર્વ એકઠા થયા છે. આગામી સમયમાં પણ સેન્ટ્રલ બેંકો તરફથી માગ સારી જોવા મળી શકે છે, કારણ કે તેઓ ડોલર પર તેમની વધુ પડતી નિર્ભરતા ઓછી કરી રહી છે.
હાલ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તૂટક તૂટક ઘટાડો થવાની પણ શક્યતા છે. સોના માટેના મુખ્ય સપોર્ટ લેવલ 59,500 અને 58,700 પ્રતિ 10 ગ્રામ છે. ભાવમાં ઘટાડો ખરીદદારોને આકર્ષી શકે છે. તેના કારણે વર્ષ 2024માં ભાવ લગભગ 72,000 પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી શકે છે.
આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર, એક શેરનો ભાવ લાખો નહીં કરોડો રૂપિયા, જાણો કોણ છે કંપનીના માલિક
મજબૂત ઔદ્યોગિક માગને કારણે રોકાણકારો ચાંદી તરફ આકર્ષાયા છે. વર્ષ 2023 માં, ચાંદી $20 થી $26 પ્રતિ ઔંસની રેન્જમાં ટ્રેડ થતી જોવા મળી છે. 26 ડોલર પ્રતિ ઔંસ અથવા 78,500 રૂપિયા પ્રતિ કિગ્રાથી ઉપર ગયા બાદ ચાંદીમાં કિગ્રા દીઠ 85,000-88,000 તરફ મજબૂત વેગ જોવા મળી શકે છે. ચાંદીનું સપોર્ટ લેવલ 70,000 રૂપિયા પ્રતિ કિલો છે.
Published On - 6:26 pm, Sat, 30 December 23