GOLD: ઘરે બેઠા જ એક રૂપિયામાં સોનું ખરીદવું છે? જાણો કેવી રીતે!

|

Jan 20, 2021 | 8:06 AM

1 રૂપિયામાં આજના જમાનામાં શું મળી શકે એ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ 1 રૂપિયામાં સોનુ(GOLD) ખરીદવા મળે તો! આશ્ચર્ય નહિ પણ હકીકત છે.

GOLD: ઘરે બેઠા જ એક રૂપિયામાં સોનું ખરીદવું છે? જાણો કેવી રીતે!
સોનાના ભાવમાં ફરી ઉછાળો આવી રહ્યો છે.

Follow us on

1 રૂપિયામાં આજના જમાનામાં શું મળી શકે એ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ 1 રૂપિયામાં સોનુ(GOLD) ખરીદવા મળે તો!!!! આશ્ચર્ય નહિ પણ હકીકત છે, ભારતમાં ડિજિટલ બ્રોકરેજ ફર્મ આ સુવિધા ઉપલબ્ધ કરાવા જઈ રહી છે. અપસ્ટોક્સ એ ભારતમાં ડિજિટલ બ્રોકરેજ ફર્મ છે. હવે કંપનીએ ડિજિટલ ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે. શેર બજારો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા ઉપરાંત હવે તમે એપસ્ટોક દ્વારા રોકાણના સોનામાં ઓનલાઇન રોકાણ કરી શકો છો. હાલમાં અપસ્ટોક્સના 2 મિલિયનથી વધુ ગ્રાહકો છે.

ફક્ત એક રૂપિયામાં ખરીદો સોનુ
હવે ડિજિટલ ગોલ્ડમાં ફક્ત એક રૂપિયાનું રોકાણ કરી શકાય છે. અપસ્ટોક્સ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો લાઇવ માર્કેટ રેટ પર 99.9% ચોકસાઈ સાથે 24 કેરેટ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે, જેનાં બજાર દરો રીઅલ-ટાઇમ આધારે પ્લેટફોર્મ પર અપડેટ થાય છે.

 તમારા સોનાને બ્રિક્સ વોલ્ટમાં રાખી શકો છો
ખરીદેલા સોનાને ફિઝિકલ કોઈ / બારમાં ફેરવી શકાય છે અને બ્રિક્સ વોલ્ટમાં સ્ટોર કરી શકાય છે, જે સલામત અને લોકપ્રિય સેવા છે. ટ્રાંઝેક્શન સંપૂર્ણ ડિજિટલ છે, ગ્રાહકોને પ્લેટફોર્મ પર સોનાની ખરીદી કરવાની અથવા ત્યાંથી ખરીદેલા સોનાને રિડિમ કરવાની મંજૂરી આપે છે. અપ સ્ટોક્સ ટૂંક સમયમાં ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ કોઈનમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પ્રદાન કરશે અને તેને મફત ટ્રાંઝિટ વીમા સાથે ભારતના ગમે ત્યાં 0.1 ગ્રામ સોનું પહોંચાડશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ડિજિટલ ગોલ્ડ શું છે?
MMTC-PAMP એ વિશ્વના પ્રથમ ગોલ્ડ એકાઉન્ટ્સ પૈકીનું એક છે, જે ડિજિટલ રીતે એક્સેસ કરી શકાય છે. આમાં ગ્રાહકો 999.9 શુદ્ધ સર્ટિફાઇડ ગોલ્ડને રૂ.1 નીચા ભાવે ખરીદી-વેચાણ, રીડિમ અથવા ટ્રાન્સફર કરી શકે છે. તેઓ કોઈપણ સમયે લાઈવ ભાવે વેપાર પણ કરી શકે છે, જે આંતરરાષ્ટ્રીય ભાવ સાથે જોડાયેલ છે. તે સમગ્ર ભારતમાં સમાન છે. ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતા સોનોને ખૂબ સુરક્ષિત રક્ષિત તિજોરીમાં રાખવામાં આવે છે.

 

આ પણ વાંચો: IPO: INDIGO PAINTSનો આજથી IPO ખુલશે, જાણો વિગતવાર માહિતી

Next Article