Gold And Silver Price Today : સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો કેટલી છે કિંમત

|

Aug 07, 2023 | 1:08 PM

દેશના વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું કારણ ડૉલર ઇન્ડેક્સમાં વધારો હોવાનું માનવામાં આવે છે. દેશના વાયદા બજારમાં ચાંદી રૂ.72 હજારના સ્તરે કારોબાર કરી રહી છે.

Gold And Silver Price Today : સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો કેટલી છે કિંમત
Gold And Silver Price Today

Follow us on

થોડા દિવસ પહેલાની વાત છે, જ્યારે ચાંદીનો ભાવ 76 હજારની સપાટી વટાવી ગયો હતો અને સોનાનો ભાવ 61 હજારની સપાટી વટાવી ગયો હતો. પરંતુ ડૉલર ઇન્ડેક્સમાં વધારો અને માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બે કિંમતી મેટલ્સના ભાવ આસમાને પહોંચ્યા હતા. આજે એટલે કે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં ચાંદી 72 હજાર રૂપિયાના સ્તરે કારોબાર કરી રહી છે.

જ્યારે, સોનાની કિંમત 59 હજારના સ્તરે ટ્રેડ થઈ રહી છે. વિદેશી બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં ફેડ રેટમાં વધુ વધારો થવાના સંકેતો છે. જેની અસર આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં જોવા મળી રહી છે અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિદેશી બજારોમાં સોનું અને ચાંદી સસ્તા થયા

પહેલા વિદેશી બજારની વાત કરીએ તો, ન્યુયોર્કના કોમેક્સ માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના વાયદામાં $3.60 પ્રતિ ઔંસનો ઘટાડો થયો છે અને ભાવ ઘટીને $1,972.50 પ્રતિ ઔંસ પર આવી ગયો છે. બીજી તરફ, સોનાની હાજરમાં કિંમત ઔંસ દીઠ $4.18 ઘટીને $1,938.73 પ્રતિ ઔંસ થઈ અને $1,938.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીનો વાયદો 0.57 ટકાના ઘટાડા સાથે $23.58 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી હાજર 0.56 ટકાના ઘટાડા સાથે $23.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો

ભારતના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11.15 વાગ્યે 116 રૂપિયાના ઘટાડા સાથે તે 59411 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું 59402 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું. જો કે, સોનું આજે 59550 રૂપિયા પર ખુલ્યું હતું અને શુક્રવારે 59527 રૂપિયા પર બંધ થયું હતું. નિષ્ણાતોનું માનીએ તો સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

ચાંદી પણ સસ્તી છે

ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, સવારે 11.15 વાગ્યે ચાંદીની કિંમત 426 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 72052 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. જો કે, આજે ચાંદી 72280 રૂપિયા પર ખુલી છે અને 135 મિનિટના કારોબારમાં ચાંદી 72026 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કે, શુક્રવારે ચાંદી 72478 રૂપિયા પર બંધ થઈ હતી. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં ચાંદી 70 હજારની સપાટીએ પહોંચી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article