Go First Crisis : ગો ફર્સ્ટને એક મહિનામાં આપવો પડશે રિવાઈવલ પ્લાન, શું મુશ્કેલીઓ વધશે?

GoFirst દ્વારા એકવાર સબમિટ કરવામાં આવેલ રિવાઇવલ યોજનાની સૌપ્રથમ ડીજીસીએ દ્વારા સમીક્ષા કરવામાં આવશે, જેથી આગળ યોગ્ય પગલાં લઈ શકાય.

Go First Crisis : ગો ફર્સ્ટને એક મહિનામાં આપવો પડશે રિવાઈવલ પ્લાન, શું મુશ્કેલીઓ વધશે?
Image Credit source: Google
| Edited By: | Updated on: May 25, 2023 | 8:18 PM

નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી એરલાઈન કંપની ગો ફર્સ્ટની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તે દરમિયાન, એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ GoFirstને ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા માટે 30 દિવસમાં રિવાઈવલ પ્લાન સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, એરલાઇનને ઓપરેશનલ એરક્રાફ્ટ, પાઇલોટ્સ અને અન્ય કર્મચારીઓની ઉપલબ્ધતા, જાળવણી વ્યવસ્થા અને ભંડોળની સ્થિતિ સહિત અન્ય વિગતો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેણે ગો ફર્સ્ટની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

આ પણ વાચો: શું Go First પર NCLT દ્વારા લેવામાં આવેલ નિર્ણયના લીધે ભારતની પ્રતિષ્ઠા સમ્રગ દુનિયામાં ખોરવાશે? જાણો સમ્રગ વિગત

સૂત્રના જણાવ્યા અનુસાર, GoFirst દ્વારા રજૂ કરવામાં આવેલ પુનઃપ્રાપ્તિ યોજનાની પહેલા DGCA દ્વારા સમીક્ષા કરવામાં આવશે, જેથી આગળ યોગ્ય પગલા લઈ શકાય. DGCA ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા GoFirstની તૈયારીઓનું ઓડિટ કરશે. કેશ- સ્ટ્રૈપ્ડ GoFirstએ 3 મેના રોજ ઉડવાનું બંધ કર્યું અને સ્વૈચ્છિક નાદારી ઠરાવની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે.

પહેલા સુરક્ષા પ્રોટોકોલ જુઓ પછી નિર્ણય લો: સિંધિયા

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે GoFirst દ્વારા ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અંગેના એક પ્રશ્ન પર કહ્યું કે, અમને GoFirst તરફથી હજુ સુધી કંઈ મળ્યું નથી, તમારું મગજ લગાવો, સલામતી પ્રોટોકોલ જુઓ અને તેના આધારે આગળ નિર્ણય લો. તે દરમિયાન, કર્મચારીઓને એરલાઇનના સંદેશાવ્યવહારમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સીઇઓએ ખાતરી આપી છે કે એપ્રિલનો પગાર કામગીરી ફરી શરૂ થાય તે પહેલા તેમના ખાતામાં જમા કરવામાં આવશે. વધુમાં, આવતા મહિનાથી પગાર દર મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂકવવામાં આવશે.

ગો ફર્સ્ટને કારણ બતાવો નોટિસ જાહેર

DGCA એ 8 મેના રોજ ગોફર્સ્ટને એરક્રાફ્ટ નિયમો, 1937ની સંબંધિત જોગવાઈ હેઠળ સલામત, કાર્યક્ષમ અને વિશ્વસનીય રીતે સેવાનું સંચાલન ચાલુ રાખવામાં નિષ્ફળતા માટે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. GoFirst એ 2 મેના રોજ સ્વૈચ્છિક નાદારી નિરાકરણની કાર્યવાહી તેમજ ફ્લાઇટ્સ સસ્પેન્શન માટે પિટિશન ફાઇલ કરવાની જાહેરાત કરી હતી, શરૂઆતમાં બે દિવસ, 3 મે અને 4 મે માટે ફ્લાઇટ્સ રદ કરી હતી. તે સમયે પણ, DGCAએ GoFirstને 3 અને 4 મેના રોજ કોઈપણ પૂર્વ સૂચના વિના ફ્લાઇટ્સ રદ કરવા બદલ કારણ બતાવો નોટિસ ફટકારી હતી. હવે એરલાઈને 26 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે.

 

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો