Global Market : સતત બીજા દિવસે એટલેકે આજે 27 જૂન 2023ના રોજ મંગળવારે ભારતીય શેરબજાર(Share Market Today) ફ્લેટ ખુલી શકે છે. સોમવારની જેમ મંગળવારે પણ વૈશ્વિક શેરબજારમાંથી મળી રહેલા સંકેતો મિશ્ર જણાય છે. SGX NIFTY લીલા રંગમાં ખુલ્યો અને થોડી મજબૂતાઈ સાથે 18700 ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન વાયદા બજારમાં નરમાઈ જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ પણ 102.75 ની નજીક છે. આ અગાઉ,BSE સેન્સેક્સ સોમવારે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયો હતો.સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બંને માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. ભારતીય બજાર માટે સોમવારના સ્ટાર પરફોર્મર મિડ કેપ સેક્ટરના શેર હતા. FMCG અને ફાર્મા શેરોમાં પણ જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. કારોબારના અંતે BSE SENSEX 10 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 62,970 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY 26 પોઈન્ટના ઉછાળા સાથે 18,691 પોઈન્ટ પર બંધ થયો હતો.
Index | Last | High | Low | Chg. | Chg. % |
Dow Jones | 33,714.71 | 33,819.49 | 33,610.32 | -12.72 | -0.04% |
S&P 500 | 4,328.82 | 4,362.06 | 4,328.08 | -19.51 | -0.45% |
Nasdaq | 13,335.78 | 13,573.57 | 13,334.42 | -156.74 | -1.16% |
Small Cap 2000 | 1,823.26 | 1,841.06 | 1,819.80 | 1.63 | 0.09% |
S&P 500 VIX | 14.25 | 14.71 | 13.78 | 0.81 | 6.03% |
S&P/TSX | 19,587.32 | 19,630.47 | 19,400.70 | 169.09 | 0.87% |
Bovespa | 118,243.00 | 119,148.00 | 117,491.00 | -734 | -0.62% |
S&P/BMV IPC | 53,335.74 | 53,506.08 | 53,262.75 | -6.17 | -0.01% |
DAX | 15,813.06 | 15,874.90 | 15,713.70 | -16.88 | -0.11% |
FTSE 100 | 7,453.58 | 7,476.45 | 7,401.18 | -8.29 | -0.11% |
CAC 40 | 7,184.35 | 7,203.46 | 7,105.72 | 20.93 | 0.29% |
Euro Stoxx 50 | 4,280.57 | 4,294.16 | 4,238.07 | 8.96 | 0.21% |
AEX | 757.5 | 759.75 | 751.43 | 0.9 | 0.12% |
IBEX 35 | 9,274.00 | 9,306.90 | 9,198.70 | 8.2 | 0.09% |
FTSE MIB | 27,242.91 | 27,318.20 | 26,864.00 | 33.25 | 0.12% |
SMI | 11,141.90 | 11,205.20 | 11,136.39 | -79.32 | -0.71% |
PSI | 5,908.51 | 5,921.78 | 5,826.94 | 39.79 | 0.68% |
BEL 20 | 3,506.29 | 3,528.58 | 3,503.53 | -17.08 | -0.48% |
ATX | 3,076.68 | 3,076.98 | 3,032.86 | 20.38 | 0.67% |
OMXS30 | 2,238.50 | 2,240.29 | 2,205.37 | 3.09 | 0.14% |
OMXC25 | 1,778.84 | 1,790.02 | 1,774.41 | -6.12 | -0.34% |
MOEX | 2,757.13 | 2,784.28 | 2,741.33 | -37.93 | -1.36% |
RTSI | 1,021.38 | 1,034.12 | 1,018.44 | -18.61 | -1.79% |
WIG20 | 2,068.49 | 2,075.63 | 2,028.62 | 33.49 | 1.65% |
Budapest SE | 50,087.41 | 50,407.62 | 50,029.01 | -320.45 | -0.64% |
BIST 100 | 5,732.86 | 5,749.66 | 5,632.06 | 150.11 | 2.69% |
TA 35 | 1,767.88 | 1,771.25 | 1,757.20 | 9.02 | 0.51% |
Tadawul All Share | 11,458.98 | 11,493.91 | 11,445.24 | -7.19 | -0.06% |
Nikkei 225 | 32,482.50 | 32,685.00 | 32,305.00 | -216.31 | -0.66% |
S&P/ASX 200 | 7,118.20 | 7,125.70 | 7,078.70 | 39.5 | 0.56% |
DJ New Zealand | 325.37 | 325.7 | 324.49 | -0.28 | -0.09% |
Shanghai | 3,167.75 | 3,171.35 | 3,148.27 | 17.13 | 0.54% |
SZSE Component | 10,916.10 | 10,927.52 | 10,863.66 | 43.8 | 0.40% |
China A50 | 12,489.13 | 12,496.76 | 12,387.98 | 31.87 | 0.26% |
DJ Shanghai | 444.36 | 444.39 | 441.49 | 2.76 | 0.62% |
Hang Seng | 19,067.00 | 19,103.00 | 18,857.00 | 272.87 | 1.45% |
Taiwan Weighted | 17,010.63 | 17,022.15 | 16,939.66 | -48.61 | -0.28% |
SET | 1,485.32 | 1,507.63 | 1,483.92 | -20.2 | -1.34% |
KOSPI | 2,578.37 | 2,582.00 | 2,568.52 | -3.83 | -0.15% |
IDX Composite | 6,668.28 | 6,676.61 | 6,660.07 | 3.61 | 0.05% |
Nifty 50 | 18,691.20 | 18,722.05 | 18,646.70 | 25.7 | 0.14% |
BSE Sensex | 62,970.00 | 63,136.09 | 62,853.67 | -9.37 | -0.01% |
PSEi Composite | 6,530.95 | 6,532.46 | 6,491.81 | 7.86 | 0.12% |
Karachi 100 | 41,386.57 | 41,491.88 | 40,334.05 | 1,296.22 | 3.23% |
VN 30 | 1,131.23 | 1,134.11 | 1,118.53 | 0 | 0.00% |
CSE All-Share | 9,476.69 | 9,480.98 | 9,192.83 | 137.26 | 1.47% |
નેશનલ સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા દર્શાવે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 409.43 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 26 જૂનના રોજ રૂ. 250.12 કરોડના શેર ખરીદ્યા હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જે આજે 27 જૂન માટે હિન્દુસ્તાન કોપર અને આરબીએલ બેંકને તેની F&O પ્રતિબંધ સૂચિમાં જાળવી રાખ્યા છે. F&O સેગમેન્ટ હેઠળ આ રીતે પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગયા છે.