Global Market : ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ શકે છે, વૈશ્વિક બજારના શું મળ્યા સંકેત?

|

May 17, 2023 | 7:36 AM

Global Market : વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને જોતા સ્થાનિક બજારમાં શરૂઆતના વેપારમાં સુસ્તી જોવા મળી શકે છે. અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 61,932 પર અને નિફ્ટી 112 પોઈન્ટ ઘટીને 18,286 પર બંધ થયો હતો.

Global Market : ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ શકે છે, વૈશ્વિક બજારના શું મળ્યા સંકેત?

Follow us on

Global Market : વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY ઘટાડા સાથે 18300 ની નીચે સરકી ગયો છે. એશિયન બજારોમાં નિક્કી અને કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં પણ સાધારણ ખરીદારી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર માટે પણ નબળી શરૂઆતના સંકેત નજરે પડી રહ્યા છે. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને જોતા સ્થાનિક બજારમાં શરૂઆતના વેપારમાં સુસ્તી જોવા મળી શકે છે. અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 61,932 પર અને નિફ્ટી 112 પોઈન્ટ ઘટીને 18,286 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 17-05-2023 , સવારે 07.28 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,012.14 33,290.85 33,006.19 -336.46 -1.01%
S&P 500 4,109.90 4,135.54 4,109.86 -26.38 -0.64%
Nasdaq 12,343.05 12,403.81 12,324.52 -22.16 -0.18%
Small Cap 2000 1,740.79 1,755.16 1,738.24 -20.76 -1.18%
S&P 500 VIX 17.99 18.3 17.26 0.87 5.08%
S&P/TSX 20,242.07 20,452.21 20,236.77 -297.9 -1.45%
Bovespa 108,194.00 110,151.00 108,085.00 -835 -0.77%
S&P/BMV IPC 55,180.97 55,589.72 55,136.10 -80.45 -0.15%
DAX 15,897.93 15,968.41 15,862.37 -19.31 -0.12%
FTSE 100 7,751.08 7,804.93 7,741.29 -26.62 -0.34%
CAC 40 7,406.01 7,427.57 7,377.81 -12.2 -0.16%
Euro Stoxx 50 4,315.51 4,328.78 4,298.31 -0.9 -0.02%
AEX 756.22 759.29 754.61 0.04 0.01%
IBEX 35 9,191.40 9,241.90 9,174.90 -10.1 -0.11%
FTSE MIB 27,198.87 27,367.67 27,110.35 -46.59 -0.17%
SMI 11,519.87 11,568.33 11,497.76 -58.38 -0.50%
PSI 6,113.80 6,151.55 6,097.20 19.03 0.31%
BEL 20 3,688.89 3,722.27 3,670.43 -61.19 -1.63%
ATX 3,131.38 3,175.29 3,128.30 -44.85 -1.41%
OMXS30 2,236.25 2,250.84 2,230.64 -14.99 -0.67%
OMXC25 1,864.39 1,883.03 1,861.53 -13.08 -0.70%
MOEX 2,633.71 2,655.73 2,621.59 22.64 0.87%
RTSI 1,030.68 1,050.24 1,030.68 -6.45 -0.62%
WIG20 1,948.83 1,960.63 1,931.65 8.2 0.42%
Budapest SE 45,929.11 46,364.42 45,857.38 -114.92 -0.25%
BIST 100 4,589.71 4,589.71 4,405.99 88.5 1.97%
TA 35 1,795.74 1,805.10 1,790.71 -4.9 -0.27%
Tadawul All Share 11,206.02 11,315.13 11,147.86 -24.18 -0.22%
Nikkei 225 30,053.50 30,064.00 29,911.00 210.51 0.71%
S&P/ASX 200 7,196.80 7,234.70 7,159.80 -37.9 -0.52%
DJ New Zealand 325.33 325.41 323.66 0.06 0.02%
Shanghai 3,279.34 3,282.38 3,269.89 -11.65 -0.35%
SZSE Component 11,084.56 11,084.56 11,084.56 -14.7 -0.13%
China A50 13,082.78 13,141.81 13,057.36 -50.74 -0.39%
DJ Shanghai 460.86 462.58 460.43 -1.71 -0.37%
Hang Seng 19,879.00 19,963.50 19,803.50 -99.25 -0.50%
Taiwan Weighted 15,765.59 15,785.90 15,698.63 91.69 0.58%
SET 1,539.84 1,545.74 1,536.36 -1.54 -0.10%
KOSPI 2,491.74 2,492.77 2,475.02 11.5 0.46%
IDX Composite 6,676.56 6,729.07 6,659.07 -35.18 -0.52%
Nifty 50 18,286.50 18,432.35 18,264.35 -112.35 -0.61%
BSE Sensex 61,932.47 62,475.95 61,847.41 -413.24 -0.66%
PSEi Composite 6,603.51 6,604.71 6,593.66 14.61 0.22%
Karachi 100 41,980.13 42,081.58 41,817.01 263.87 0.63%
VN 30 1,069.64 1,073.66 1,066.92 -1.26 -0.12%
CSE All-Share 8,823.01 8,931.07 8,787.33 -83.19 -0.93%

અમેરિકામાં અર્થતંત્રને લઈ ચિંતાજનક  સ્થિતિ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ બાદ હવે અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેને ખુદ અમેરિકાના ડેટ ડિફોલ્ટને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો અમેરિકા ડિફોલ્ટ કરશે તો કરોડો અમેરિકનો તેના કારણે મુશ્કેલીમાં આવી શકે છે. લોકોને પગારની કટોકટીનો સામનો કરવો પડી શકે છે. આના કારણે મંદી આવી શકે છે જેના કારણે લોકો તેમની નોકરી ગુમાવી શકે છે અને પછી વેપાર અટકી શકે છે. કોમ્યુનિટી બેંકર્સને સંબોધતા જેનેટ યેલેને કહ્યું કે દેશ અભૂતપૂર્વ આર્થિક અને નાણાકીય કટોકટીની ટોચ પર ઉભો છે. તેમણે કહ્યું કે આ સંકટના કારણે સરકારી કામકાજ અટકી શકે છે.

આ પણ વાચો: Successful Entrepreneurs : ચાહકોના દિલમાં જ નહીં Business Worldમાં પણ રાજ કરી રહ્યા છે આ Bollywood Celebrities

છેલ્લા સત્રનો કારોબાર

મંગળવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું નિરાશાજનક રહ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ શેરોમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. કારોબારના અંતે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 62000 ની નીચે 61,932 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 112 પોઈન્ટના ઘટાડા સાથે 18286 પોઈન્ટ પર બંધ થયો છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:35 am, Wed, 17 May 23

Next Article