Global Market : ભારતીય શેરબજાર(Share Market)માં મજબૂત તેજીના સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી 170 પોઈન્ટના વધારા સાથે 18700ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 1.5% અને કોરિયાનો કોસ્પી લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. તેવી જ રીતે અમેરિકાના વાયદા બજારોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 629 પોઈન્ટના ઉછાળા સાથે 62,501 પર બંધ રહ્યો હતો.સ્થાનિક શેરબજારોની દિશા આ અઠવાડિયે મેક્રો ઇકોનોમિક ડેટા, વાહનોના વેચાણ પરના માસિક ડેટા, FII ના પ્રવાહ અને વૈશ્વિક પ્રવાહો દ્વારા નક્કી કરવામાં આવશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.તમામની નજર અમેરિકાના દેવાની પતાવટ અને સંસ્થાકીય પ્રવાહ પર રહેશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) બંને આ અઠવાડિયે ચોખ્ખા ખરીદદારો બનવાની ધારણા છે એમ સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિ.ના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું. તો પ્રોફિટ બુકિંગની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
Index | Last | High | Low | Chg. | Chg. % |
Dow Jones | 33,093.34 | 33,162.06 | 32,795.50 | 328.69 | 1.00% |
S&P 500 | 4,205.45 | 4,212.87 | 4,156.16 | 54.17 | 1.30% |
Nasdaq | 12,975.69 | 13,001.91 | 12,729.74 | 277.59 | 2.19% |
Small Cap 2000 | 1,773.02 | 1,774.69 | 1,755.29 | 18.42 | 1.05% |
S&P 500 VIX | 17.95 | 19.56 | 17.27 | 0 | 0.00% |
S&P/TSX | 19,920.31 | 19,944.09 | 19,832.78 | 146.23 | 0.74% |
Bovespa | 110,906.00 | 111,706.00 | 109,900.00 | 851 | 0.77% |
S&P/BMV IPC | 54,025.45 | 54,233.57 | 53,288.15 | 280.77 | 0.52% |
DAX | 15,983.97 | 16,008.59 | 15,726.74 | 190.17 | 1.20% |
FTSE 100 | 7,627.20 | 7,643.56 | 7,556.92 | 56.33 | 0.74% |
CAC 40 | 7,319.18 | 7,334.31 | 7,208.44 | 89.91 | 1.24% |
Euro Stoxx 50 | 4,337.50 | 4,345.83 | 4,260.81 | 67.86 | 1.59% |
AEX | 767.86 | 770.39 | 756.74 | 12.65 | 1.68% |
IBEX 35 | 9,191.10 | 9,210.90 | 9,048.20 | 75 | 0.82% |
FTSE MIB | 26,713.40 | 26,767.95 | 26,178.65 | 305.4 | 1.16% |
SMI | 11,434.24 | 11,464.34 | 11,313.88 | 108.98 | 0.96% |
PSI | 5,866.03 | 5,898.30 | 5,847.32 | -22.85 | -0.39% |
BEL 20 | 3,652.16 | 3,659.97 | 3,606.25 | 25.09 | 0.69% |
ATX | 3,089.52 | 3,098.23 | 3,066.40 | 9.15 | 0.30% |
OMXS30 | 2,272.20 | 2,276.87 | 2,239.43 | 40.63 | 1.82% |
OMXC25 | 1,829.61 | 1,834.01 | 1,821.92 | 10.44 | 0.57% |
MOEX | 2,682.03 | 2,685.14 | 2,645.54 | 32.05 | 1.21% |
RTSI | 1,055.63 | 1,057.73 | 1,041.30 | 15.15 | 1.46% |
WIG20 | 1,984.12 | 1,986.26 | 1,941.93 | 42.96 | 2.21% |
Budapest SE | 47,573.35 | 47,614.95 | 47,080.45 | 434.36 | 0.92% |
BIST 100 | 4,580.67 | 4,605.29 | 4,436.91 | 152.69 | 3.45% |
TA 35 | 1,781.26 | 1,786.31 | 1,770.27 | 12.95 | 0.73% |
Tadawul All Share | 11,138.05 | 11,223.34 | 11,133.63 | -46.52 | -0.42% |
Nikkei 225 | 31,393.50 | 31,606.00 | 31,355.50 | 477.19 | 1.54% |
S&P/ASX 200 | 7,227.90 | 7,254.80 | 7,154.80 | 73.1 | 1.02% |
DJ New Zealand | 331.85 | 331.95 | 330.16 | 2.58 | 0.78% |
Shanghai | 3,219.76 | 3,219.76 | 3,219.76 | 7.25 | 0.23% |
SZSE Component | 10,909.65 | 10,926.84 | 10,798.65 | 13.07 | 0.12% |
China A50 | 12,624.70 | 12,664.38 | 12,514.50 | -26.82 | -0.21% |
DJ Shanghai | 451.53 | 452.49 | 446.91 | 0 | 0.00% |
Hang Seng | 18,746.92 | 18,930.23 | 18,620.84 | -369.01 | -1.93% |
Taiwan Weighted | 16,672.49 | 16,640.18 | 16,610.86 | 167.44 | 1.01% |
SET | 1,530.84 | 1,536.08 | 1,527.59 | -4.58 | -0.30% |
KOSPI | 2,558.81 | 2,567.50 | 2,553.79 | 0 | 0.00% |
IDX Composite | 6,687.00 | 6,727.29 | 6,669.24 | -17.23 | -0.26% |
Nifty 50 | 18,499.35 | 18,508.55 | 18,333.15 | 178.2 | 0.97% |
BSE Sensex | 62,501.69 | 62,529.83 | 61,911.61 | 629.07 | 1.02% |
PSEi Composite | 6,530.20 | 6,570.95 | 6,496.47 | -30.02 | -0.46% |
Karachi 100 | 41,002.60 | 41,148.56 | 40,783.80 | -67.7 | -0.16% |
VN 30 | 1,060.81 | 1,064.95 | 1,060.14 | -1.34 | -0.13% |
CSE All-Share | 8,697.07 | 8,742.71 | 8,671.08 | -15.65 | -0.18% |
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “ગત સપ્તાહે સ્થાનિક બજારોની કામગીરી વૈશ્વિક વિકાસથી પ્રભાવિત હતી. તેમાં યુ.એસ.માં દેવાની ટોચમર્યાદા વધારવા અંગેની મડાગાંઠ, જર્મનીમાં મંદી અને યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે.
આગળ વધતા પહેલા ગત સપ્તાહની સ્થિતિ પર નજર કરીએતો ગયા અઠવાડિયે બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ લગભગ 775 પોઈન્ટ્સથી મજબૂત રહ્યો હતો અને 62,500 પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો. NSE નિફ્ટીએ પણ સપ્તાહ દરમિયાન 18,450 ની સપાટી વટાવી હતી. ગયા અઠવાડિયે સકારાત્મક વૈશ્વિક સંકેતો સાથે બજારને સ્થાનિક સ્તરે મદદ મળી હતી. કંપનીઓ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરી રહી છે અને વર્તમાન પરિણામની સિઝન અંદાજ મુજબ ચાલી રહી છે.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો