Global Market : નબળાં સંકેત વચ્ચે DOW JONES 104 અને SGX Nifty 65 અંક સરક્યાં

|

Mar 31, 2021 | 8:37 AM

વૈશ્વિક બજાર( Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર નુકશાન સાથે બંધ થયા છે જયારે એશિયામાં ઘટાડા સાથે કારોબાર દેખાઈ રહ્યો છે.

Global Market : નબળાં સંકેત વચ્ચે DOW JONES 104 અને SGX Nifty 65 અંક સરક્યાં
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર( Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર નુકશાન સાથે બંધ થયા છે જયારે એશિયામાં ઘટાડા સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. અમેરિકામાં DOW JONES 104 અંક સરકીને બંધ થયો છે જયારે એશિયામાં SGX Nifty 65 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 104.41 અંક એટલે કે 0.31 ટકાની નબળાઈની સાથે 33,066.96 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 14.25 અંક લપસીને 13,045.39 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 12.54 અંક મુજબ 0.32 ટકા ઘટાડાની સાથે 3,958.55 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો જોવા મળી રહી છે. જાપાનના બજાર નિક્કેઈ 232.49 અંક મુજબ 0.79 ટકા ઘટીને 29,200.21 ના સ્તર પર જોવા મળ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી 65.50 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 14,863.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.05 ટકા લપસ્યો છે જ્યારે હેંગ સેંગમાં 11.39 અંક ગગડીને 28,566.11 ના સ્તર પર છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

કોરિયાઈ બજાર કોસ્પી 0.01 ટકા નજીવો તૂટીને 3,069.58 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.42 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 21.91 અંક એટલે કે 0.63 ટકા લપસીને 3,434.77 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article