31 ઓક્ટોબર એ ઘણા મહત્વના કામ અંગેની છેલ્લી તારીખ છે. જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો HDFC બેંકની વિશેષ ઓફર આ મહિને 31 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહી છે. આ સિવાય તમે આ મહિને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરીને બેવડો લાભ મેળવી શકો છો. આ મહિનામાં તમારે 4 વસ્તુઓ કરવાની જરૂર છે.
SBI ની YONO એપ દ્વારા ITR મફત ભરો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહકો YONO એપ પર Tax2Win મારફતે ITR મફત ભરી શકે છે. SBI અનુસાર આ ઓફર 31 ઓક્ટોબર સુધી માન્ય છે. તે પછી તમારે તેના માટે નિયત ફી ચૂકવવી પડશે.
ITR Filing માટે જરૂરી દસ્તાવેજ
આ સુવિધા માત્ર SBI ગ્રાહકો માટે જ ઉપલબ્ધ રહેશે. સ્ટેટ બેંકે ગ્રાહકોને વધુ સુવિધા અને કામમાં સરળતા આપવા માટે ડિજિટલ સીએ અથવા ઈ-સીએ આપવાની જાહેરાત કરી છે. આ સુવિધા કેટલાક ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે, પરંતુ કેટલીક રકમ ચૂકવવી પડશે. એસબીઆઈના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો ઈ-સીએ પાસેથી માહિતી મેળવવા ઈચ્છે છે તેમને 199 રૂપિયા ચૂકવવા પડશે. મફત આઈટીઆર ફાઈલિંગ અને ઈ-સીએ ઓફર 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ છે.
પીએમ કિસાન યોજનામાં નોંધણી
જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અથવા પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી નથી તો 31 ઓક્ટોબર સુધીમાં તેમાં નોંધણી કરાવી લેવી જરૂરી છે.આમ કરનારનેજ 4000 રૂપિયા મેળવવાનો હક મળશે. આ લાભાર્થીઓને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમને નવેમ્બરમાં 2000 રૂપિયા મળશે અને પછી ડિસેમ્બરમાં પણ તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે.
વાહનોનું રજીસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવો
તમારા વાહનનું રજીસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોના રીન્યુઅલની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. આ કિસ્સામાં જો તમે પણ આ દસ્તાવેજોને રિન્યૂ કરવા માંગતા હો, તો તેને જલ્દીથી પૂર્ણ કરો. આમ કરવામાં નિષ્ફળતા મુશ્કેલીમાં પરિણમી શકે છેઅત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ (DL), નોંધણી પ્રમાણપત્ર (RC) અને પરમિટની માન્યતા 31 ઓક્ટોબર સુધી લંબાવી હતી.
HDFC બેંકમાં હોમ લોન
એચડીએફસીએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકો વાર્ષિક 6.70% ના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન લઇ શકશે. આ વિશેષ યોજના 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : ટેકનોલોજી સેક્ટરમાં ભારતને આગળ વધારવા માટે પંચવર્ષીય વ્યૂહાત્મક યોજના લાવશે સરકાર: રાજીવ ચંદ્રશેખર
આ પણ વાંચો : તહેવારમાં કાળજીપૂર્વક સ્વીકારો ગીફ્ટ, મોંઘી ગીફટ પર લાગી શકે છે ટેક્સ
Published On - 6:51 am, Wed, 20 October 21