Gautam Adani ની કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા , અદાણીના આ શેરે એક મહિનામાં 73 ટકા રિટર્ન આપ્યું, તમારા પોર્ટફોલિયોમાં શેર છે કે નહિ ?

|

Aug 31, 2021 | 11:19 AM

આજે શેરબજાર નવી સર્વોચ્ચ સપાટી સાથે ખુલ્યો છે ત્યારે બજારની તેજી સાથે આ બે શેર પણ દોડ્યા છે. આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન Adani Transmission Ltd એ 1,574.95 ની દિવસની ઉપલી સપાટી નોંધાવી છે.

સમાચાર સાંભળો
Gautam Adani ની કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા , અદાણીના આ શેરે એક મહિનામાં 73 ટકા રિટર્ન આપ્યું, તમારા પોર્ટફોલિયોમાં શેર છે કે નહિ ?
Gautam Adani (chairman and founder of the Adani Group)

Follow us on

દેશના બીજા ક્રમના સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપની બે કંપનીઓના શેર આજે સતત બીજા દિવસે અપર સર્કિટ નોંધાવવા તરફ આગળ વધી રહ્યા છે. બંને શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે . ગઈકાલે બજારમાં અપર સર્કિટ બતાવ્યા બાદ આજે પણ સ્વાર્થી બંને શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

અદાણી ગ્રુપના શેર અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ સોમવારે BSE પર 5 ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયા હતા. અદાણી ટ્રાન્સમિશનનો શેર રૂ 1,505.35 અને અદાણી ટોટલ ગેસનો શેર રૂ 1,386.70 સુધી પહોંચી ગયા હતા. આજે અર્પણ બંને શેર મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યા છે. રોકાણકારોને શેરની તેજીથી સારા લાભની આશા છે.

આજે શેરબજાર નવી સર્વોચ્ચ સપાટી સાથે ખુલ્યો છે ત્યારે બજારની તેજી સાથે આ બે શેર પણ દોડ્યા છે. આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન Adani Transmission Ltd એ 1,574.95 ની દિવસની ઉપલી સપાટી નોંધાવી છે. સ્ટોકની 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 1,644.95 છે. Adani Total Gas Ltd કંપનીના શેર 1,439.40 આજના ઉપલા સ્તરે જોવા મળ્યો છે.આ શેરની 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 1,679.00 નોંધાઈ છે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

છેલ્લા એક મહિનામાં અદાણી ટ્રાન્સમિશનનો શેર 73 ટકા ઉછળ્યો છે. 7 જૂન, 2021 ના રોજ કંપનીનો શેર રૂ 1,647.70 ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓના શેરમાં પણ વધારો થયો હતો. એક મહિનામાં અદાણી પાવરના શેર 6ટકા, ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર 7 ટકા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર ૭.40 ટકા, અદાણી ગ્રીન એનર્જી ના શેર 20 ટકા વધ્યા.

3 મહિના પહેલા ટોચ પર પહોંચ્યા હતા સ્ટોક્સ
ત્રણ મહિના પહેલા અદાણી ગ્રુપની કંપનીઓના શેર 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. પરંતુ મીડિયામાં એક રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંડ્સના ખાતા સ્થગિત કર્યા છે. તેમની પાસે અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં રૂ 43,500 કરોડથી વધુના શેર છે. જોકે અદાણી ગ્રુપે આ અહેવાલને નકાર્યો હતો.

આજે સેન્સેક્સ 57000 ને પાર પહોંચ્યો
પ્રારંભિક કારોબારમાં બજારમાં જોરદાર ખરીદી દેખાઈ રહી છે.આજે સેન્સેક્સ 57000 ને પાર પહોંચ્યોછે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધારા સાથે વેપાર કરી રહ્યા છે જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. જેમાં એચસીએલ ટેકના શેર 2% અને ભારતી એરટેલના શેર 1.5% ના નફા સાથે કારોબાર કરી રહ્યા છે.BSE પર 2,380 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,557 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 718 શેર લાલ નિશાન નીચે દેખાઈ રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 248.15 લાખ કરોડને પાર કરી ગઈ છે.આ અગાઉ સોમવારે સેન્સેક્સ 765 પોઈન્ટ વધીને 56,890 અને નિફ્ટી 226 પોઈન્ટ ચ ઉપર16,931 પર બંધ થયા હતા.

 

આ પણ વાંચો : Stock Update : શેરબજારે રેકોર્ડ સપાટી નોંધાવ્યા બાદ ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલ દ્વારા

 

આ પણ વાંચો : Share Market : રેકોર્ડ સ્તરે ખુલ્યું શેરબજાર, પ્રથમ વખત SENSEX 57000 અને NIFTY 16950 ને પાર પહોંચ્યા

Published On - 11:18 am, Tue, 31 August 21

Next Article